જસદણ શહેર ભાજપનું માળખું જાહેર થયું 6 ઉપપ્રમુખ મંત્રી 2 મહામંત્રી 1 કોષાધ્યક્ષ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ રાઠોડની નિમણુંક બાદ શુક્રવારે સાંજે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સુચના અનુસાર આજે જસદણ શહેર ભાજપના હોદ્દેદારોની જાહેરાત કરી હતી.
જેમાં ઉપપ્રમુખ તરીકે યશવંતભાઈ ઢોલરીયા, મનીષાબેન રાવલ, જયેશભાઈ પરમાર, ભારતભાઈ ધારૈયા, સુરેશભાઈ જોષી, રશ્મિતાબેન બડમલીયા, મહામંત્રી તરીકે મુકેશભાઈ ભેંશજાળીયા,સાગરભાઈ સાવલીયા, મંત્રી તરીકે જ્યોતિબેન શુળીયા, ગીતાબેન છાયાણી, નરેશભાઈ ચોહલિયા, અમરૂભાઈ ખાચર,અમરશીભાઈ રાઠોડ,કોમલબેન મયાત્રા કોષાધ્યક્ષ તરીકે નોટરી એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિની નિમણુંક કરવામાં આવી છે
આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ દરેક હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યાં હતાં.