WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગિબલી ટ્રેન્ડનું ગલકું કોણ લાવ્યું?:સૌથી પહેલાં આ વ્યક્તિએ ફોટો શેર કર્યો, સેકન્ડોમાં વાઈરલ થયો અને દુનિયા માથે લીધી!

ગિબલી ટ્રેન્ડે આખી દુનિયાને માથે લીધી છે, એટલું જ નહીં, OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને છેલ્લા 7 દિવસમાં બે વાર કહેવું પડ્યું છે કે સર્વર પર ઘણું પ્રેશર આવી રહ્યું છે. એવામાં ચોક્કસથી તમને પ્રશ્ર થતો હશે કે આ ગિબલી ટ્રેન્ડનું ગલકું કોણ લાવ્યું હશે? કોણ હતું જેણે સૌથી પહેલાં ગિબલી આર્ટનો ફોટો બનાવીને શેર કર્યો હતો. ચાલો તેના વિશે વિગતવાર જણાવીએ.
ગિબલી ટ્રેન્ડનું ગલકું કોણ લાવ્યું?
અમેરિકાના વોશિંગ્ટનમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર ગ્રાન્ટ સ્લેટન વાઈરલ ટ્રેન્ડ ગિબલીનો પ્રથમ ચહેરો છે. તેમણે સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો અને તે ખૂબ ઝડપથી વાઈરલ થયો. ગ્રાન્ટ સ્લેટન લાંબા સમયથી ટેક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેણે ઘણી મોટી-મોટી કંપનીઓ સાથે કામ કર્યું છે. તેણે એમેઝોન વેબ સર્વિસમાં સિનિયર એન્જિનિયરના પદ પર કામ કર્યું છે. હાલમાં, તે રો-ઝીરોના ફાઉન્ડર એન્જિનિયર છે, જે કંપની વિશ્વની સૌથી ઝડપી સ્પ્રેડશીટ્સ વિકસાવવામાં યોગદાન આપે છે. તે AI રિસર્ચને ઘોળીને પી ગયા છે અને આ ફિલ્ડમાં તેને ખૂબ સારી સમજણ છે.
26 માર્ચે આ ફીચર શરૂ કરવામાં આવ્યું હતું
ChatGPTએ 26 માર્ચે તેના નવા ઇમેજ મેકર ટૂલ 4oની જાહેરાત કરી. આ પછી, સોફ્ટવેર એન્જિનિયર સ્લેટે આ ટૂલ્સનો ઉપયોગ કરીને તેના પરિવારનો ફોટો ગિબલી આર્ટમાં બનાવ્યો.

X પર ફોટો શેર કર્યો હતો
સોફ્ટવેર એન્જિનિયરે આ ફોટો X પ્લેટફોર્મ પર શેર કર્યો છે. તેણે આ તસવીર 26 માર્ચે શેર કરી હતી અને થોડા જ કલાકોમાં આ તસવીર ઇન્ટરનેટ પર વાઈરલ થઈ ગઈ હતી અને એક ટ્રેન્ડ બની ગયો. આજે ઈન્ટરનેટ યુઝ કરતો મોટા ભાગનો વર્ગ ગિબલી ઈમેજ બનાવી શેર કરી રહ્યો છે.

Ghibli શું છે?
Gibli સ્ટાઈલ ફોટોમાં એક પેઈન્ટિંગ જેવી થીમ હોય છે, જેમાં આછા કલર ટોન, ડિટેલિંગ અને મેજીકલ થીમ હોય છે. OpenAIના નવા ટૂલની મદદથી આ સ્પેશિયલ આર્ટ સ્ટાઈલને સરળતાથી રિક્રિએટ કરી શકાય છે. જિબલી સ્ટાઈલ ફોટોની શરુઆત જાપાનની એક જાણીતી એનિમેશન કંપની દ્વારા શરુ કરવામાં આવી હતી.

બાય ધ વે, તેના ઉચ્ચાર તરીકે ‘જિબલી’ અને ‘ગિબલી’ બંને માન્ય સ્વરૂપો છે. યાને કે આ બંને ઉચ્ચાર સાચા છે.

Gibli સ્ટાઈલ ઈમેજ બનાવતા સમયે શું ધ્યાનમાં રાખવું?
Gibli સ્ટાઈલ ઈમેજ બનાવતી વખતે હંમેશા ઓફિશિયલ વેબસાઈટ કે ઓથેન્ટિક વેબસાઈટનો જ ઉપયોગ કરવો જોઈએ. સ્કેમર્સ ઘણી વખત ઓરિજીનલ વેબસાઈટ સાથે મળતા ડોમેન તૈયાર કરી લે છે. ઘણી વખત સસ્તા કે ફ્રીમાં સેવા આપવાનો ઢોંગ કરી છે, જેથી યૂઝર્સ તેમની જાળમાં ફસાઈ જાય છે.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો