જસદણમાં રાજકોટ જિલ્લા કલેક્ટરનો પડઘો: બુધવારેથી કચેરીના સમયમાં ફેરફાર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીનો પડઘો પડ્યો હતો ગઈકાલે કલેક્ટરએ સખત ગરમીના કારણે છાસ કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી હતી તે અનુસંધાને છાસવાળાને ગમે ત્યાંથી લાવી લોકોને છાસ પીવડાવી હતી અને બુધવારથી તાલુકા સેવાસદન પણ સવારે નવ વાગ્યે વહેલું ખુલી જશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી આમ રાજકોટ જિલ્લા કલેક્ટરની જાહેરાત બાદ જસદણનું તંત્રએ પણ તાત્કાલિક ધોરણે અમલવારી પણ શરૂ કરી દીધી હતી.