વિંછીયા ગામનો રમતગમત ક્ષેત્રે દબદબો – હિનાબેન જતાપરાએ ખેલ મહાકુંભ 3.0 માં બ્રોન્ઝ મેડલ જીતી શ્રી જીનપરા તાલુકા શાળા અને વિંછીયા ગામનું ગૌરવ વધાર્યું
શ્રી જીનપરા તાલુકા શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની જતાપરા હિનાબેન હરેશભાઈ, જે હાલ જી. કે. ધોળકિયા સ્કૂલ, રાજકોટ ખાતે ધોરણ 8માં અભ્યાસ કરે છે, તેમણે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0ની રાજ્ય કક્ષા ની જુડો સ્પર્ધા (તા. 24/04/2025 થી 06/05/2025) ખાતે સરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે ભાગ લીધો હતો.
તેમણે અંડર 17 વય જૂથની +44 કિલો શ્રેણીમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જેનાથી શ્રી જીનપરા તાલુકા શાળા તથા વિંછીયા ગામનું ગૌરવ વધ્યું છે.