જસદણ શહેર અડધુ બે દિવસ તરસ્યું રેહશે: કનેક્શન આપવાના કામને લઈ પાણી કાપ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવતએ આજે જાહેરાત કરી હતી કે આગામી તા.5 અને 6 સોમ અને મંગળવારના રોજ એમ બે દિવસ જે નાગરિકોને ગઢડીયારોડ સંપ પરથી એકાંતરા પાણી મળી રહ્યું છે તે વિસ્તારોમાં બે દિવસ પાણી મળશે નહી તેઓએ જણાવ્યું હતું કે હાલ એકાંતરા પાણી લોકોને મળી રહ્યું છે ત્યારે આગામી જલશે નલ યોજના અંતર્ગત જે નવી લાઇનોને કનેક્શન આપવાના કારણે બે દિવસ પાણી કાપ રહેશે ત્યારબાદ પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ થઈ જશે અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકામાં વિવિધ સમિતિઓ રચાતા સભ્યો કાર્યરત થતાં લોકોને રાહત પહોંચી છે.