WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભારત સરકારની આંતકવાદ નેસ્તનાબુદ કરવાની કામગીરીને આવકારતાં હજજારો જસદણવાસીઓ

ભારત સરકારની આંતકવાદ નેસ્તનાબુદ કરવાની કામગીરીને આવકારતાં હજજારો જસદણવાસીઓ 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ભારતીય વાયુસેનાએ ગત 22 એપ્રિલના રોજ થયેલ આંતકવાદી હુમલાની ઘટનાનો જડબાતોડ જવાબ આપતા જસદણના સુન્ની મુસ્લિમ સમાજ સહિત પ્રત્યેક નાગરિકોએ ભારત સરકારના આ પગલાંને એક નિર્ણાયક બતાવી અભિનંદન પાઠવ્યાં હતાં આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે દેશના ડાયનેમિક વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય વાયુસેના થકી હવાઈ હુમલાઓ દ્વારા પાકિસ્તાન સ્થિત 9 અલગ અલગ આંતકવાદી છાવણીનો નાશ કરતાં આ અંગે દેશના સરક્ષણ મંત્રાલય સાથે ભારતીય સેનાના જવાનોને પણ આ જડબાતોડ જવાબ અંગે અભિનંદન વિજયભાઈએ વઘુમાં કે જણાવ્યું હતું કે ગત પહેલગામના આંતકવાદી હુમલામાં દેશના વિવિધ ભાગોના નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પરંતુ હાલમાં આંતકવાદી છાવણીનો નાશ થયો તે બદલ દેશની સરકાર અને સેનાના જવાનોની અદમ્ય હિંમત અને બહાદુરીને સેલ્યુટ!

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો