વીંછીયામાં સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી છાંટા, વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન
વીંછીયામાં આજે અંદાજે 3:40 કલાકે આકાશે અચાનક ઘેરા વાદળો છવાઈ જતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી છાંટા પડ્યા હતા, જેને કારણે વાતાવરણ ઠંડુ તો બન્યું, પરંતુ વીજ પુરવઠો ખોરવાતા નાગરિકો અને હોસ્પિટલોમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને કેટલાંક ખેડૂતોએ પાકને બચાવવા માટે આગોતરી તૈયારી પણ કરી હતી. આમ છતાં, અચાનક પલટાયેલા આબોહવાના કારણે ગામમાં ઘરની બહાર નીકળેલા લોકો સહમાઈ ગયા હતા.