ત્રણ વર્ષની આમેના બે વર્ષની શેરેબાનુએ 15 કલાક ભુખ્યા તરસ્યા રહી એક દિવસનું રોજુ પાળ્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજમાં શોકપર્વ મોહરમના આશુરા પૂર્ણ થયાં આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં જે ગામોમાં દાઉદી વ્હોરા સમાજ વસતો ત્યાં સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) એ પોતાના પ્રતિનિધિની આગેવાની હેઠળ ન્યાઝ, વાએઝ, મજલીસ જેવાં અનેકવિધ કાર્યક્રમો દસ દિવસ યોજી મોહરમ પર્વ ઉજવ્યું હતું એમાના આશુરાના દિવસે વાંકાનેરમાં રહેતા કનીઝાબેન તાહેરભાઈ ધીયાવડવાળાની બે વર્ષીય પુત્રી શેરેબાનુ અને અમરેલીમાં રહેતા ઝૈનબબેન તાહાભાઈ માંકડાની ત્રણ વર્ષની પુત્રી આમેનાએ સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી સળંગ 15 કલાક ભુખ્યા તરસ્યા રહી રોઝુ પાળેલ હતું આ તકે બન્ને બાળકીઓને વડીલોએ આશીર્વાદ પાઠવ્યાં હતાં.
Tags:
News