વિંછીયાના આંકડીયા ગામે તળાવ કાંઠે બેસવા બાબતે ચાર ઉપર છ શખ્સોએ કુહાડી-પાઇપથી હુમલો કર્યો હતો. મળતી
વિગતો મુજબ વિંછીયાના આંકડીયા ગામે રહેતા વિરસંગભાઇ ટભાભાઇ સોલંકી (ઉ.વ.પ૦) એ તે જ ગામના નનકાભાઇ કાથડભાઇ ધાંધલ, પ્રદીપભાઇ નનકાભાઇ ધાધલ, જયરાજભાઇ વલકુભાઇ ધાંધલ, રવિરાજભાઇ બાળભાઇ ધાંધલ, મંગળુભાઇ આપાભાઇ કરપડા તથા રાવતભાઇ આપાભાઇ કરપડા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદોએ ચારેક-પાંચ દિવસ આ કામના આરોપીઓ પૈકી નં. ર થી પ નાને કહેલ કે તમો અહિંયા તળાવના ઓગને ન બેસતા અમારા બૈરાઓ તથા દિકરીઓ જાજરૂ જવા આવે છે તે વાતનો ખાર રાખી આ કામના આરોપીઓ પુર્વ આયોજીત કાવતરૂ ૨ ચી, લોખંડના પાઈપો, કુવાડી, લાકડી, જેવા પ્રાણ ઘાતક હથીયારો ધારણ કરી, એક સંપ કરી, ગેરકાયદેસર મંડલી રચી બોલેરો ગાડી તથા મોટર સાયકલમા આવી, આ કામના ફરીયાદીને આરોપી નં. (૧) નાચીએ લાકડીનો એક ઘા જમણા પગ ના સાથળના ભાગે મારેલ તથા આરોપી નં.(૨) નાઓએ લોખંડનો પાઇપનો એક ઘા ડાબા પગના ઢીંચણથી નીચેના ભા ગે મારી ગંભીર ઇજા કરી, તથા આરોપી નં.(૩) ના ચીએ લોખંડનો પાઈપનો એક ઘા ડાબા પગના ઢીંચના ભાગે મારેલ, તથા સાહેદ રેખાબેન વિરસંગભાઇ સોલંકીને આરોપી નં.(૪) નાઓએ લોખંડનો પાઇપનો એક ઘા ડાબા હાથની કોણીના ભાગે, થતા બીજો ઘા ડાબા સાથળના ભાગે મારેલ, તથા સાહેદ કરશનભાઈ ટભાભાઈ સોલંકીને આરોપી નં. (૫) નામો એ એ લોખંડનો પાઇપનો એક ઘા ડાબા પગના ઢીંચણથી નીચેના ભાગે મારેલ, તથા સાહેદ શોભનાબેનને આરોપી નં. (૬) નાએ કુહાડીનો ઊંધો એક ઘા પગના ભાગે મારેલ ઇજાઓ કરી, તથા આ કામના આરોપીઓ ગાળો બોલતા-બોલતા જતા જતા ફરી યાદીને મારી નાખવાની ધમંકી આપી, બોલેરો તથા મોટર સાયકલ લઈ નાસી છૂટયા હતાં.
આ હુમલામાં ફરીયાદીને ગંભીર ઇજા થતા પ્રથમ જસદણ બાદ વધુ સારવાર અર્થે ભાવનગર તેમજ ફરીયાદીના પત્ની અને ફરીયાદીના મોટાભાઇને ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતાં. વિંછીયા પોલીસે ઉકત છ શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.