જસદણના બાલાજીધામ આશ્રમે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાશે: જગદગુરુ ગર્ગાચાર્યના સાંનિધ્યમાં હજજારો ભાવિકો ઉમટી પડશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જસદણમાં વીંછિયા રોડ પર આવેલા બાલાજી ધામ આશ્રમ ખાતે તા.10 ના ગુરુપુર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે અને હજજારોની સંખ્યામાં ભક્તો ગુરુની પૂજા કરી ધન્યતા અનુભવશે. જસદણના બાલાજી આશ્રમ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે.
જસદણમાં નવનિર્માણ થઈ રહેલ બાલાજી ધામ આશ્રમ ખાતે 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર મહેન્દ્રાનંદગીરી ( પંચ દશનામ જૂના અખાડા) જેઓ જગતગુરુ બન્યા બાદ તેમની દ્વિતીય ગુરુપૂર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેથી દરેક હરિભક્તોને ગુરુપૂર્ણિમાની ઉજવણીનો લાભ લેવા મંદિર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.