વિંછીયાના મોટામાત્રા ગામમાં જૂની માથાકૂટના ખારને પગલે તલવાર-કુહાડીથી સશસ્ત્ર હુમલો, પિતા-પુત્રને ગંભીર ઈજાઓ, ૧૦ સામે ગુનો દાખલ
વિંછીયા તાલુકાના મોટામાત્રા ગામમાં જૂની માથાકૂટના ખારને પગલે તલવાર અને કુહાડીથી સશસ્ત્ર હુમલો થયો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં પિતા પુત્રને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે વિંછીયા પોલીસ મથકમાં વસ્તુભાઈ ભુરાભાઈ ખાચરે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે વિંછીયા પોલીસે નીચેના ૧૦ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે:
પ્રાપ્ત વિગતો મુજબ, અગાઉના ખારને પગલે આરોપીઓએ પીડિત પિતા-પુત્ર પર તલવાર અને કુહાડી જેવા ધાતકી હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં પીડિતોને માથા અને શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં, તેમની હાલતને જોતા તાત્કાલિક રાજકોટના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
વિંછીયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં થયેલા આ સશસ્ત્ર હુમલાથી ચકચાર મચી ગઈ છે તથા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.