WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના આટકોટ પાસે ભાજપના આગેવાનના પત્નીના ગળામાંથી ચીલઝડપ કરનાર રાજકોટના બે શખ્‍સોને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના આટકોટ પાસે ગોંડલ ચોકડી પાસે ભાજપના આગેવાન ચેતન પંચોળીના પત્નીના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર રાજકોટના બે શખ્‍સોને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતાં. પકડાયેલ બન્ને શખ્‍સો અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકયા છે.
મળતી વિગતો મુજબ આટકોટ પાસે ગોંડલ ચોકડી પાસે ગત તા. ર૮ નાં રોજ બાઇક ઉપર પતિ સાથે જઇ રહેલી મહિલાના ગળામાંથી બે શખ્‍સો ચેઇનની ચીલઝડપ કરી નાસી છૂટયા હતાં. આ બનાવમાં આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ. પી. હિમકરસિંહની સુચના અન્‍વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. વી. વી. ઓડેદરા તથા પીએસઆઇ એચ. સી. ગોહીલે તપાસ હાથ ધરી ચીલઝડપ કરનાર વૃશાંત ઉર્ફે શ્‍યામ વિજયભાઇ ધનેશા રે. નાણાવટી ચોક રાજરાજેશ્વર સોસાયટી રાજકોટ તથા નિશીત હિતેષભાઇ ચોકસી રે. ગોપાલ ચોક ગુરૂજીનગર ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટને રોકડા રૂા. ૧,ર૬,૪૦૦ બે બાઇક કિ. ૧.ર૦ લાખ, બે મોબાઇલ તથા સીમકાર્ડ મળી કુલ ર.૭૬, ૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

પકડાયેલ વૃશાંત સામે અગાઉ અમરેલીના સાવરકુંડલામાં-૪, જામનગર, રાજકોટ, જુનાગઢ તથા જેતપુર સીટીમાં એક મળી કુલ ૯ ગુન્‍હાઓ અને નિશીત ચોકસી સામે રાજકોટ, જુનાગઢ અને જેતપુરમાં ૩ ગુન્‍હાઓ નોંધાયા છે. બન્ને ચીલઝડપ કરી સોનાના દાગીના વેંચી નાંખી મોજશોખ કરતા હતાં. પકડાયેલ બન્નેને આટકોટ પોલીસના હવાલે કરાયા છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો