જસદણના સનાળા ગામે અજાણ્યા શખ્સોએ બે યુવક પર હુમલો કરી ૨૦ હજારની લુંટ ચલાવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાનાં સનાળા ગામે મજુરી કામના રૂ. ર૦ હજાર લઇને પરત ફરેલા બે મિત્રો પર 3 શખ્સોએ હુમલો કરી રૂ. ૨૦ હજારની લુંટ ચલાવી હોવાનાં આક્ષેપ સાથે બંને યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાનાં લજાઇ ચોકડી પાસે ઝુપડપટ્ટીમા રહેતા કાન્તી વિનુભાઇ શેખલીયા (ઉ.વ. ર3) અને હડમતીયા ગામનાં હરીશ દિનેશભાઇ (ઉ.વ. ર૦) બપોરનાં ત્રણેક વાગ્યાનાં અરસામા જસદણ તાલુકાનાં સનાળા ગામે હતા ત્યારે પ્રાગજી સહીતનાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હોવાનાં અને રૂ. ર૦ હજારની લુંટ ચલાવી હોવાનાં આક્ષેપ સાથે બંને યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત બંને યુવકને કરેલ મજુરી કામનાં રૂપીયા ર૦ હજાર કાન્તીભાઇ બોરીચા પાસેથી લઇને પરત આવતા હતા ત્યારે પ્રાગજી સહીતનાં શખસોએ હુમલો કરી મજુરી કામનાં રૂ. ૨૦ હજાર લુંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.