વિંછીયા તાલુકાના મોઢુકા રોડ પર વિંછીયા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બાઇકને રોકવામાં આવી. તપાસ દરમિયાન બાઇક ચાલક જગદીશભાઈ દેવશીભાઈ બાવળિયાની બાઇકમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ લોખંડનો પાઇપ મળી આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિંછીયા પોલીસને મોઢુકા રોડ પર શંકાસ્પદ વ્યક્તિ અંગે માહિતી મળી હતી. જેથી પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરતા જગદીશભાઈની બાઇકને ચેક કર્યું, જ્યાં તેમને ગેરકાયદેસર લોખંડનો પાઇપ મળ્યો.
પોલીસે આ પાઇપ કબજે કરી, આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. વિંછીયા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ગેરકાયદેસર હથિયારોના મૂળ સ્રોત સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે.
આ પ્રકારની માહિતી મળતા વિંછીયા વિસ્તારના સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.