WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયાના સનાળી ગામે રહેતાં શિક્ષકને નોકરીની લાલચ આપી માંગરોળના ત્રણ શખ્સો રૂ.10 લાખ જમી ગયાં

વીંછિયાના સનાળી ગામે રહેતાં શિક્ષકને નોકરીની લાલચ આપી માંગરોળના ત્રણ શખ્સો રૂ.10 લાખ જમી ગયાં 

વીંછિયાના સનાળી ગામે રહેતાં અને જનડા ખાનગી શાળામાં નોકરી કરતાં મહેશભાઈ પરમારને સરકારી નોકરીની જરૂરિયાત હોય ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળના ત્રણ શખ્સો નોકરીની લાલચ આપી કટકે કટકે રૂપિયા દસ લાખ જમી ગયાની ફરિયાદ વીંછિયા પોલીસ મથકે નોંધાઈ છે.
મહેશભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાં મેં ટેટની પરીક્ષા પાસ કરી હતી આ કાગળો લઈ વેરીફિકેશન માટે ગાંધીનગર ગયેલો ત્યારે અમારા સમાજના આશિષભાઈ રાઠોડ સાથે ઓળખાણ થઈ હતી ત્યારે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી ત્યાર બાદ તેમનો ફોન આવ્યો હતો કે રાજકોટ સરકારી હોસ્પિટલમાં તમારે ડેટા ઓપરેટર કમ કલાર્કની નોકરી જોતી હોય તો મારે લાગવગ છે અને આ અંગે તમારે રૂપિયા દસ લાખ આપવા પડશે આ અંગે મે વિશ્વાસ કેળવી આશિષભાઈ રાઠોડ કમલભાઈ રાઠોડ અને લક્ષ્મીબેન રાઠોડ રહે.માંગરોળ જી.જુનાગઢને કટકે કટકે રૂપિયા દસ લાખ આપ્યાં લાંબા સમય બાદ મારી સાથે ચિટિંગ થયું હોવાની જાણ થતાં આખરે વીંછિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે 420,406,114 એન એસ મુજબ કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો