WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ વિંછીયા પંથકની ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતાં રાજકારણીઓ પ્રજાની સેવામાં લાગી ગયા

જસદણ વિંછીયા પંથકની ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતાં રાજકારણીઓ પ્રજાની સેવામાં લાગી ગયા 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ વિંછીયા પંથકની લગભગ 32 જેટલી ગ્રામ પંચાયતમાં લાંબા સમયથી વહીવટદારનું શાસન હોય અને કેટલીક ગ્રામ પંચાયતોની મુદ્દત પુર્ણ થવાના આરે હોય આથી સરકાર આવી દરેક ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા અંગે ઝડપભેર તૈયારીઓ કરી રહી છે ત્યારે કેટલાક ચૂંટણી જ તેમનાં રોટલા છે એવાં રાજકારણીઓ પ્રજાની સેવામાં વ્યસ્ત બન્યાં હોવાનું જાણવા મળે છે બંને તાલુકાની કેટલીય ગ્રામ પંચાયતો હેઠળ આવતી મોટા ભાગની જમીનો પર આકાઓની મહેરબાની થકી કરોડો રૂપિયાની જમીનો પર વર્ષોથી પેશકદમી છે.
એમાંય આટકોટ ગ્રામ પંચાયત આ તાલુકામાં પેશકદમીમાં રેકોર્ડ તોડ્યો છે રાજકારણી અને તેમના મળતીયાઓએ લોકોના ચાલવાના માર્ગ પર ચણતર કરી નાખ્યું છે કોઈ જાગૃત જન આ અંગે કોઈ ફરિયાદ કરે તો તેમનું આવી બને આવું જંગલરાજ મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં રીતસર ચાલે છે આવા માહોલ વચ્ચે બેલેટ પેપરથી ચૂંટણી નજીકમાં યોજાવાની છે ત્યારે ચુંટણીની મોસમમાં પાક લણી લેવા રાજકારણીઓ સક્રિય બન્યા છે ત્યારે ચુંટણીની ચટણી બનાવતા નેતાઓને આગામી ચૂંટણીમાં પ્રજાએ ખાસ ઓળખી લેવાની જરૂર છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો