કોઇમ્બતુર, (તામિલનાડુ)ની બુરહાની સ્ક્રેપ નામની પેઢીના દાઉદી વ્હોરા ચાર શખ્સો સામે ફરિયાદ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
બાબરાના ચમારડી જાપે રામજી મંદિર પાસે રહેતા અને રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર જીઆઇડીસી એક પ્લોટ નંબર ૨ માં ન્યુ અલી મદીના સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવતા સમીરભાઈ સતારભાઈ સૈયદ તથા તેમના બે મોટાભાઈ સાથે કોઇમ્બતુર, તામિલનાડુ રાજ્યમાં બુરહાની સ્ક્રેપ નામની પેઢી ના માલિક તથા વહીવટ કરતા જુજર અલી ફઝલ હુસેન સુતરવાલા, ઇદ્રિશ જુજર અલી સુતરવાલા, મોઈઝ શબીરભાઈ સુતરવાલા તથા શબ્બીર ફઝલ હુસેન સુતરવાલા નામના શખ્સો સાથે વિશ્વાસ મૂકી ગ્રાહકો પાસેથી છેલ્લા પાંચ વર્ષમાં એડવાન્સ પેમેન્ટ લઈ સ્ક્રેપ નો માલ મંગાવી વહીવટ કરતા હોય અને અલગ અલગ સમયે સ્ક્રેપ નો માલ માટે આંગડિયા પેઢી તથા બેંક એકાઉન્ટ મારફત કુલ ૩.૦૮.૭૨૫૪૨ મોકલેલ હોય અને આ રૂપિયાનો માલ નહીં મોકલી મોબાઈલ ઉપર જીવતા નહીં રહેવા દેવાની ધમકી આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ બાબરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Tags:
News