ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10નું પરિણામ બુધવારે, 8મી મે, 2025ના રોજ સવારે 8:00 વાગ્યે જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થી પોતાનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર તેમના સીટ નંબર દ્વારા જોઈ શકશે.
પરિણામ કેવી રીતે મેળવવું?
- વેબસાઈટ દ્વારા પરિણામ:
1. GSEBની વેબસાઈટ www.gseb.org ખોલો.
2. તમારો સીટ નંબર દાખલ કરો.
3. 'Submit' બટન પર ક્લિક કરો.
4. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
5. પરિણામનું પ્રિન્ટઆઉટ લઈ શકો છો. - વ્હોટ્સએપ દ્વારા પરિણામ:
1. તમારો સીટ નંબર 6357300971 પર મેસેજ કરો.
2. થોડા સમય બાદ તમારું પરિણામ મેસેજ રૂપે મળશે.
ધોરણ 10ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને રાજ્યમાં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો.
આ વર્ષે પણ વિદ્યાર્થી પોતાનું પરિણામ સરળતાથી ઓનલાઈન અથવા વ્હોટ્સએપ દ્વારા જાણી શકશે.