અવારનવાર એવું માનવામાં આવે છે કે એકવાર જીવનમાં પરિવર્તન આવે પછી ફરીથી અભ્યાસ શરૂ કરવો મુશ્કેલ હોય છે – ખાસ કરીને જ્યારે તમે બે સંતાનોની સિંગલ મા હો અને પરિવારની જવાબદારીઓ પણ તમારા ખભા પર હોય.
પરંતુ એવી દરેક માન્યતાને ખોટી સાબિત કરી છે ઉમેહાની સોનીએ, જેમણે પોતાનાં સંઘર્ષભર્યા જીવનમાંથી સમય કાઢીને ફરીથી શિક્ષણની દિશામાં એક પકડ ભરેલી યાત્રા શરુ કરી.
શ્રી શબ્બીર સૈફુદ્દીન સોની અને શ્રીમતી રતન શબ્બીર સોનીની પુત્રી ઉમેહાનીબેને પોતાની મહેનતથી પોતાના પરિવારનું નામ ઉંચું કર્યું છે. જામનગરના ડી.કે.વી. કોલેજમાં બી.એસસી. કેમિસ્ટ્રી અભ્યાસ દરમિયાન તેમણે બીજા ક્રમમાં સ્થાન મેળવીને પોતાની દ્રઢ ઇચ્છાશક્તિ અને પ્રતિભાને સાબિત કરી. આજ તેમની સફળતાની શરૂઆત હતી. આજે, જ્યારે તેઓ એમ.એસસી. કેમિસ્ટ્રીના છેલ્લાં વર્ષમાં છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ અને કરતવ્યનિષ્ઠા અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
ઉમેહાનીબેનને અભિનંદન પાઠવતા કહેવું પડે કે – "જ્યાં ઇચ્છા હોય ત્યાં રસ્તો હોય છે." તેઓ માત્ર એક વિદ્યાર્થી નહિ, પરંતુ એવી મા છે જેણે જીવનની દરેક જવાબદારી વચ્ચે પણ પોતાનું સપનું જીવવાનું પસંદ કર્યું.
આપણી તમામ બહેનો અને મહિલાઓ માટે ઉમેહાનીબેનનું જીવન એ શીખ છે કે ઉંમર કે પરિસ્થિતિ ક્યારેય અવરોધ બની શકતી નથી – જો ઇરાદા મજબૂત હોય.
Tags:
News