WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછિયામાં નવા પૂલ ઉપર અલ્ટો કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ.

વિંછિયા તાલુકામાં આજે એક દુર્લભ બનાવ બન્યો હતો, જ્યારે આંબેડકર ચોક નજીક આવેલા નવા પૂલ ઉપર જસદણ તરફથી બોટાદ તરફ જતી એક અલ્ટો કારમાં અચાનક આગ લાગી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, કાર ચાલક પોતાની અલ્ટો કાર લઈને જસદણ તરફથી બોટાદ તરફ જઇ રહ્યા હતા ત્યારે અચાનક અણપેક્ષિત રીતે કારમાં આગ લાગી ગઈ. કારમાં ધુમાડો જોવા મળતાં જ ચાલકે ઝડપી સમજદારી દાખવી કાર ઊભી રાખી અને સમયસૂચકતા વાપરી તરત જ કારમાંથી નીચે ઉતરી ગયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
અલ્પ સમય માં જ નજીકના ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. સળગતી કાર જોવા માટે મોટી ભીડ ઉમટી પડી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સૌને સલામતીના હેતુથી દૂર રહેવાની અને સ્થળ પરથી હટવાની વિનંતી કરી હતી જેથી કોઈ જાનહાની કે નુકસાન ન થાય.
કારમાં આગ ઝડપથી ફેલાઈ રહી હતી અને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતા સતર્કતા જાળવી હતી. આ દરમિયાન ગામ લોકો દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરીને ટ્રેક્ટરનું પાણી ભરેલું ટેન્કર લાવવામાં આવ્યું અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને કારમાં આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો