WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

લાઠીદડ પાસેની દુર્ઘટનામાં વીંછિયા ગામના ચાર ગ્રામ્યજનો ગુમ હોવાની ચર્ચા: સત્તાવાર માહિતી મેળવાય રહી છે

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, લાઠીદડ ગામ પાસે  ECO કાર તણાઇ ગઈ હતી. તેમજ કારમાં 8 લોકો સવાર હતા, જેમાં બે લોકોનું તંત્ર  દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.  

જ્યારે 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો પરિવાર તણાયો હતો.

અનુસાર માહિતી દરમિયાન, બોટાદમાં ગઈકાલે ભારે વરસાદના કારણે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે   ગઈકાલે લાઠીદડ સાગાવદર ગામમાં એક ઈકો કાર તણાઈ હતી.  તેમજ ઈકો કારમાં આઠ લોકો સવાર હતાં. આ કાર તણાતા 6 લોકો લાપતા થયા છે. જ્યારે બે લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત  તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.


તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરાઈ હતી

પ્રાપ્ત માહિતી દરમિયાન, બોટાદના લાઠીદડ સાગાવદર ગામમાં ઈકો કાર ગઈ કાલે પાણીમાં તણાઈ હતી. આ કારમાં લાઠીદડ ગામનો એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. આ ઉપરાંત કાર તણાઈ જતાં તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી  હતી. તેમજ આ કારમાં આઠ લોકો સવાર હતાં. જેમાંથી 2 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 

જ્યારે આ બનાવને લાંબો જેટલો સમય થયો હોવા છતાં હજી 6 લોકો હજી ગુમ છે. એમાં વીંછિયાના ગ્રામ્યજનો હોવાનું ચર્ચાય રહ્યું છે પણ આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળતી નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો