WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટમાં ગત જુલાઈમાં સોનાના બે બિસ્કિટ બાકીમાં લઈ જઈ ફ્રોડ કરનારો યુસુફ કપાસી ઝડપાયો

રાજકોટમાં ગત જુલાઈમાં સોનાના બે બિસ્કિટ બાકીમાં લઈ જઈ ફ્રોડ કરનારો યુસુફ કપાસી ઝડપાયો 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
રાજકોટ શહેરના કુવાડવા રોડ રણછોડનગરમાં રહેતાં અને સોની બજારમાં સોનુ ચાંદી ગાળવાની દુકાન ચલાવતાં વેપારી સાથે તેના જ પડોશમાં રહેતો પરિચીત વેપારી ધંધામાં રોકાણ માટે બે સોનાના બિસ્‍કીટ જોઇએ છે, તમને કલાકમાં આરટીજીએસથી રૂપિયા આપી દઇશ તેમ કહી વિશ્વાસ આપી રૂા. ૧૫,૮૯,૯૯૮ના ૨૦૦ ગ્રામના બે સોનાના બિસ્‍કીટ લઇને ગયા બાદ ભાગી ગયો હોઇ શોધખોળ કરવા છતાં પત્તો મળ્‍યો નહોતો. જે તે વખતે અરજી કરનારા વેપારીએ હવે ગુનો દાખલ કરાવતાં એ-ડિવીઝન પોલીસે આ શખ્‍સની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ રણછોડનગર શેરી નં. ૧૬/૪ના ખુણે અમર એપાર્ટમેન્‍ટમાં ત્રીજા માળે બ્‍લોક નં. ૩૦૩માં રહેતાં અને સોની બજાર માંડવી ચોક મોદી શેરીમાં જરીવાલા રિફાઇનરી નામે દુકાનમાં સોનુ-ચાંદી ગાળવાનું કામ કરતાં હુશેનભાઇ સુલેમાનભાઇ જરીવાલા (વ્‍હોરા) (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી રણછોડનગર-૧૯/૪ના ખુણે ડ્રીમ હોમ એપાર્ટમેન્‍ટ પાંચમા માળે ફલેટ નં. ૫૦૩માં રહેતાં યુસુફ જાકીરભાઇ કપાસી વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૩૧૮ (૨) મુજબ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

હુશેનભાઇ જરીવાલાએ જણાવ્‍યું છે કે હું અને મારા પિતા બંને દુકાનમાં સાથે બસી કામ કરીએ છીએ. અમારે ત્‍યાં  રાજુભાઇ કારીયા કર્મચારી તરીકે કામ કરે છે. હું જ્‍યાં રહુ છું ત્‍યાં બાજુમાં વર્ષોથી યુસુફ કપાસી રહે છે જેને હું ઘણા વર્ષોથી ઓળખુ છું. મારા પરિવારના તમામ લોકો પણ યુસુફને ઓળખે છે. યુસુફ જ્‍યારે પણ મને અને મારા પિતાને મળતો ત્‍યારે પોતે મોટો વેપારી છે તેવી વાત કરતો હતો. ગત ૧૫/૧૦/૨૪ના સાંજે છ સાડાછએ હું મારી દુકાને કારીગર રાજુભાઇ સાથે હતો ત્‍યારે યુસુફ દુકાને આવ્‍યો હતો અને મને કહ્યું હતું કે-મારે રોકાણ કરવા માટે સોનાના બે બિસ્‍કીટ લેવા છે, તમે મને અત્‍યારે ૧૦૦ ગ્રામના બે બિસ્‍કીટ આપો હું તમને કલાકમાં આરટીજીએસથી તમારા ખાતામાં રૂપિયા મોકલી દઇશ.

યુસુફ પોતે મોટો વેપારી છે તેવી વાતો અવાર-નવાર કરતો હોઇ અને હું તેને ઓળખતો હોઉ જેથી વિશ્વાસ રાખી મેં તેને રૂા. ૧૫,૮૧,૯૯૮ના ૨૦૦ ગ્રામના ૨૪ કેરેટના બે બિસ્‍કીટ આપ્‍યા હતાં. તેમજ મારી પેઢીની બેંક ડિટેઇલ તેને આપી હતી. તેણે ખાત્રી આપી હતી કે પોતે કલાકમાં જ રૂપિયા ટ્રાન્‍સફર કરી દેશે. પરંતુ બિસ્‍કીટ લઇને નીકળી ગયા બાદ તેણે કલાક ઉપર સમય થઇ જવા છતાં પૈસા ન મોકલતાં તેને ફોન જોડતાં હમણા જ રૂપિયા મોકલી દઉ  છું તેમ કહ્યું હતું. બાદમાં સાંજે આઠેક વાગ્‍યે યુસુફનો ફોન બંધ થઇ ગયો હતો. જેથી તેની ઘરે તપાસ કરવા જતાં ત્‍યાં ઘર પણ બંધ હતું.

યુસુફની રજપૂતપરામાં મોહન સન્‍સ નામે એલ્‍યુમીનીયમ સેક્‍શન, પ્‍લાયવૂડની ઓફિસ દૂકાન હોઇ ત્‍યાં તપાસ કરતાં તે ત્‍યાં પણ મળ્‍યો નહોતો. દરમિયાન તેની દિકરીના ઘરે અને  બીજે શોધખોળ કરવા છતાં તેનો પત્તો મળ્‍યો નહોતો. જે તે વખતે મેં એ-ડિવીઝન પોલીસને અરજી કરી હતી. હજુ સુધી યુસુફ મળ્‍યો ન હોઇ અંતે મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં હુશેનભાઇએ જણાવતાં એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. આર. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન યુસુફ કપાસી ગૂમ થઇ ગયાની નોંધ અગાઉ એ-ડિવીઝન પોલીસમાં જુલાઇ-૨૦૨૪માં થઇ હતી. દરમિયાન આ શખ્‍સ રાજકોટ આવ્‍યાની જાણ થતાં પીએસઆઇ એમ. આર. મકવાણા સહિતે તેને સકંજામાં લઇ ધરપકડ કરી વિશેષ પુછતાછ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો