WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ વિંછીયા પંથકના નાગરિકોએ આંતકવાદની ઘટના પછી દાખવેલી સમજણને સેલ્યુટ

જસદણ વિંછીયા પંથકના નાગરિકોએ આંતકવાદની ઘટના પછી દાખવેલી સમજણને સેલ્યુટ 

કુંવરજીભાઈ બાવળીયા વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગત તા.22ના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામ પાસે બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોને ગોળી મારી હત્યા કરી અને 20ને ગંભીર રીતે ઘાયલ કરતા આ આતંકવાદી હુમલા સામે આજે સતત છઠ્ઠા દિવસે સૌરાષ્ટ્રમાં તીવ્ર આક્રોશ અને મૃતકો પ્રતિ ભારોભાર સંવેદના જોવા મળ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ સમાજે ઠેરઠેર મૃતકોને શ્રધ્ધાંજલિ આપીને આતંકવાદીઓને જડમૂળથી ઉખેડવા અને હવે કડકમાં કડક પગલા લેવા સરકાર પાસે માંગણી કરી હતી
 ભાજપ,કોંગ્રેસ,હિન્દુ,મુસ્લિમ તેમજ તમામ વર્ગ,જાતિ,સમાજના લોકોએ એક સૂરમાં રસ્તા પર ઉતરી પડીને આ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે ત્યારે જસદણ મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે 
આતંકવાદ ની ચોક્કસ વ્યાખ્યા બાબતે નોંધપાત્ર મતમતાંતરો હોવા છતાં મોટા ભાગે નિદોર્ષો નિઃશસ્ત્રો અને સરકારો તરફ વ્યવસ્થિત રીતે ડર ફેલાવવા માટે અને તેમ કરીને પોતાના રાજકીય, સૈદ્ધાન્તિક અથવા ધાર્મિક હેતુઓ માટે પ્રસાર માધ્યમોનું ધ્યાન ખેંચવા માટે જાણી જોઈને આચરવામાં આવેલી હિંસા અથવા હિંસાની ધમકી/ભયને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે, અને તેને જુલમગાર માનવામાં આવે છે આ માપદંડોમાંથી અનેક અથવા તમામ સાથે મળતી ક્રિયાને મોટા ભાગે આતંકવાદ કહેવામાં આવે છે આવી ઘટના આપણા દેશના રાજ્ય જમ્મુ કાશ્મીરના પહેલગામમા ગત મંગળવારે બની જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી માત્ર ફરવા માટે આવેલા નિર્દોષ 27 નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવેલ ત્યાર બાદ દેશમાં ભારે જન આક્રોશ વ્યક્ત થયો હતો પણ જસદણ અને વીંછિયા પંથકમાં આ ઘટનાનો વિરોધ હિન્દુ મુસ્લિમ સહિતના વિવિઘ સમાજએ ખંભેખંભા મિલાવી કર્યો અને આ ગુજરાત રાજ્યમાં પણ કોઈ કાયદો વ્યવસ્થા ખોરવાય એવી કોઈ ઘટના બની નથી જેનો તમામ શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યની ભાજપ સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જાય છે બન્ને આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે માનવતાની આ હત્યાં કરનારાને અને તેના પીઠબળોને આપણી સરકાર ગમે ત્યાંથી શોધી લાવી જબરી સજા આપશે પણ પણ આક્રોશના સમયમાં જસદણ અને વીંછિયા તાલુકાના નાગરિકોએ સમજણ સાથે સંયમતા દાખવી જે કાબિલેદાદ છે જે દેશમાં અંધાધુંધી ફેલાવવાનો હતો આ આંતકવાદીનો પ્રયાસ સફળ ન થવા બદલ જસદણ અને વીંછિયા પંથકના તમામ નાગરિકોનો આભાર અંતમાં માન્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો