આપણે એકવીસમી સદીના ૨૫ વરસ પુરા કરી રહ્યા છે. પણ હજુય આભડછેટ પછાત દલિત ઊંચનીચમાંથી બહાર આવ્યા નથી.
હજુ આપણે પુત્રવધુને બધું જ આવડતું હોવું જોઈએ દીકરીને ભલે ચાહ મુકતા કે રોટલી બનાવતા ના આવડતું હોય કેટલાક ઘરોમાં તો પુત્રવધૂ આવતા કામવાલી રસોઈવાલા બેન કચરાપોતા વાસણ કપડાવાલા બેનની છુટ્ટી કરી દેવામાં આવે છે આ એક કડવી હકીકત છે.
પુત્રવધૂ સવારે વહેલી ઊઠી મોડી રાત સુધી કામ કરે અને પહેલા ખોળે સંતાનમાં દીકરો પુત્ર જ જોઈએ લક્ષ્મી આવે તો પુત્રવધૂનું સાસરિયામાં જીવવું હરામ કરી નાખવામાં આવે છે.
આવો જ એક બનાવ રાજસ્થાનના અલવરમાં માલખેડા નજીકના મોરેડા ગામમાં બન્યો છે એક પુત્રવધુના માતાપિતા હયાત નથી પતિએ ૨ નવજાત લક્ષ્મી સાથે પત્નીને ઘરમાંથી બહાર રોડ પર છોડી દીધી હતી
થોડા દિવસ પહેલા પતિએ એક દીકરીને પલંગ પરથી નીચે ફેંકી દીધી હતી પણ નવજાત દીકરી બચી ગઈ હતી હવે પોતાની પત્નીને લક્ષ્મીને જન્મ આપવા બદલ સજા કરી અને નવજાત બે બાળકી સાથે પત્નીને રોડ પર મુકી ભાગી ગયો
મહિલાનું પિયર અલવર શહેરમાં દિલ્લી દરવાજા ગંગારામ મંદિર પાસે આવેલું છે. આ કમનસીબ દીકરીના માતા પિતા નથી દાદીએ ૨૦૨૦ માં લગ્ન કરાવી આપ્યા હતા .
માલખેડા ના મોરેડા ગામના રહેવાસી સમય સિંહના લગ્ન પ્રિયા સાથે ૭ મે ૨૦૨૦ થયા હતા પ્રિયાએ ૨૬ મી માર્ચે જોડિયા દીકરીઓને જન્મ આપ્યો દીકરીના જન્મ બાદ સમય સિંહ નારાજ રહેવા લાગ્યો મોટેભાગે પત્ની પ્રિયા સાથે મારપીટ કરવા લાગ્યો અને ખરાબ વર્તન કરવા માંડ્યો
પત્નીએ ૨ બાળકીઓને જન્મ આપતા પતિ નારાજ થવા લાગ્યો કેમ કે પતિને પુત્ર જોઈતો હતો .૨૨ એપ્રિલ ના દિવસે સમયસિંહ પોતાની પતિ પ્રિયા અને બે પુત્રીઓને તુલેદા રોડ પર છોડી ભાગી ગયો હવે બન્ને માસૂમ બાળકીઓ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અગાઉ પ્રિયાને ૨ દીકરાઓ છે છતાં ભાઈને હજુ પણ દીકરો જ જોઈએ છે પતિઓની આ કેવી માનસિકતા?
પ્રિયાએ પોતાની ફોઈને ફોન કરતા મામલો બહાર આવ્યો હતો
હાલમાં પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ચાર ચાર સંતાનો હોવા છતાં પત્નીને રોડ પર મુકી ભાગી ગયો.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭