હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગત તા.22ના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામ પાસે બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોને ગોળી મારી હત્યા કરી અને 20ને ગંભીર રીતે ઘાયલ કરતા આ આતંકવાદી હુમલા સામે આજે સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં તીવ્ર આક્રોશ અને મૃતકો પ્રતિ ભારોભાર સંવેદના જોવા મળ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ સમાજે ઠેરઠેર મૃતકોને શ્રધ્ધાંજલિ આપીને આતંકવાદીઓને જડમૂળથી ઉખેડવા અને હવે કડકમાં કડક પગલા લેવા સરકાર પાસે માંગણી કરી હતી
ભાજપ,કોંગ્રેસ,હિન્દુ,મુસ્લિમ તેમજ તમામ વર્ગ,જાતિ,સમાજના લોકોએ એક સૂરમાં રસ્તા પર ઉતરી પડીને આ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે ત્યારે કાંદિવલી (મુંબઈ) અંજુમને નજમી જમાતના આમીલ સાહેબ શેખ મોઇઝભાઈ સાહેબ વજીહીની સદારત હેઠળ તમામ દાઉદી વ્હોરા સમાજના ભાઈ બહેનો અને બાળકોએ પહેલગામના દરેક મૃતકોને બે મિનિટ્સનું મૌન પાળી શોકાંજલિ પાઠવી હતી આ આંતકવાદી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે દેશમાં આ દુઃખની ઘડીમાં દાઉદી વ્હોરા સમાજ દેશના તમામ બાંધવો સાથે જ જોડાયેલા છીએ અને રહેશે અલ્લાહ તમામ મર્હુમોંને જન્નત બક્ષે અને તેમના નિકટ અને દુરના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી દુઆ સાથે શોકાંજલિ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
Tags:
News