WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સુરતમાં પુસ્તક મેળાનું આયોજન ક્યારે થશે?

સુરત મહાનગરપાલિકા દર વરસે પહેલા પુસ્તક મેળાનું આયોજન કરતી આવી છે. દર વખતે પુસ્તક મેળામાં લાખો વાચકો ઉમટી પડે છે. ખુબ જ વિશાલ અને ભવ્ય આયોજન થતું આવ્યું છે.
પુસ્તકો સાથે રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળો ફ્લાવર શો અને શિલ્પ ગ્રામ મેળો પણ સાથે જ કરવામાં આવે છે.
સુરત પુસ્તક મેળો માત્ર સુરત જ નહી દક્ષિણ ગુજરાત વાંચનપ્રેમી પુસ્તકપ્રેમી માટે મહત્વનો બની જતો હતો. અંદાજે આ પુસ્તક મેળામાં ૧૦ લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. પુસ્તકમેળો સુપર દુપર હિટ નીવડ્યો હતો.
હમણાં થોડા સમય પહેલા અમદાવાદમાં ઇન્ટરનેશનલ પુસ્તક મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું હવે સુરતમાં પુસ્તક મેળાનું આયોજન ક્યારે કરવામાં આવશે . હાલમાં સખત ગરમી હોવાને કારણે એ.સી. ડોમમાં પુસ્તક મેળો યોજવાનું આયોજન હતું પણ પછી પાછું શાસકો થોડી આળશ કરી ગયા. છેલ્લા પાંચ વરસથી પુસ્તક મેળાનું આયોજન કોઈ કારણસર બંધ જ છે. આ વખતે કેમ પુસ્તક મેળાનું આયોજન થતું નથી?.
જોવાની ખુબી એ છે કે વનિતાવિશ્રામનું મેદાન જયા પાલિકા પુસ્તકમેળાનું સફળ આયોજન કરતી આવી છે. ત્યાં જે વનિતા વિશ્રામ શાળાનું મેદાન બીજી ખાનગી કંપનીને ભાડાથી આપી દેવાયું છે. પુસ્તકો કરતા પૈસાને વધારે મહત્વ અપાઈ રહ્યું છે હવે પાલિકાને જો વનિતાના મેદાનમાં જો મેળાનું આયોજન કરવું હોય તો વેપાર કરતી ખાનગી કંપનીનો મેળો પુરો થાય ત્યાં સુધી પાલિકાને થોભવું પડશે. નહી તો બીજા કોઈ મેદાન પર પુસ્તક મેળાનું આયોજન કરવું પડશે .
આ તો ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો જેવો ઘાટ છે .
સુરતીઓ એ પુસ્તક મેળાનું આયોજન કરાવવા પાલિકા પાસે માંગ કરવી પડશે. નહી તો પછી જુન મહિનામાં પુસ્તક મેળાનું આયોજન વરસાદના હિસાબે થઈ શકશે નહી.
પુસ્તકો સાથે જાણીતા કવિ લેખકો સાથે વાર્તાલાપ પણ મહત્વનું આકર્ષણ હોય છે લેખકો કવિઓ કેવા દેખાય છે એમની સાથે મુલાકાત થાય છે. આપણા લેખકો કવિઓ પહેલા કવિઓ લેખકો જેવા લઘર વધર નથી. સુરતી કવિઓ લેખકો ખુબ ઉત્સાહ ઉમંગથી વાચકોને મળે છે ખુબ સારા વિચારોની આપ લે થાય છે લેખકો કવિઓ સાથે એકવાર રૂબરૂ મુલાકાત એ જીવનનો એક અમુલ્ય લહાવો છે યાદગાર સંભારણું બની રહે છે. લેખકો કવિઓના ઓટોગ્રાફ પણ તમે મેળવી શકો છો હસ્તધુન પણ કરી શકો છો વાતચીત પણ કરી શકો છો ફોટો પણ પાડી શકો છો પુસ્તકો પણ ખરીદી શકો છો. તમે જે લેખકો કવિઓના પુસ્તકો લો એની ઉપર લેખક કે કવિઓને શુભેચ્છાઓ પણ લખેલી મેળવી શકો છો.
આશા રાખીએ કે કરોડોની આવક ધરાવતું સુરત મહાનગરપાલિકા આ વખતે સુરતીઓ અને દક્ષિણ ગુજરાતના લાખો પુસ્તકપ્રેમીઓ ની વાજબી માંગ સ્વીકારી ભવ્ય અને વિશાળ પુસ્તકમેળાનું આયોજન કરશે . માત્ર પુસ્તક મેળાનું આયોજન કરાશે તો પણ સફળ ૧૦૦ ટકા સફળ થશે એની બધા વાચકપ્રેમીઓને પાક્કી ખાતરી છે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત.
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો