એમ એસ સી (મેથ્સ) માં કોલેજમાં ત્રીજો નંબર મેળવ્યો 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મન હોય તો માળવે જવાય એ ઉક્તિ મુજબ જામનગરમાં જ પિયર અને સાસરું ધરાવતી દાઉદી વ્હોરા સમાજની ઝૈનબ નામની યુવતિએ પોતાની શિક્ષણ કારકિર્દીમાં અવ્વલ નંબર મેળવતાં તેમનાં પરિવાર (મો.8735032675) પર મુબારકબાદીનૉ ધોધ વછૂટ્યો છે સામાન્ય રીતે દીકરી પરણયા બાદ મોટાભાગે ગૃહજીવનમાં વ્યસ્ત બની જાય છે.
પરંતુ ઝૈનબના મેરેજના બે વર્ષ પછી તેમના જામનગરના પારેખ પરિવારના વડીલો અને પતિ મુર્તઝાભાઈની મદદથી પોતાનો અભ્યાસ જારી રાખી હમણાં જ એમ એસ સી (મેથ્સ) માં સેંટ ઝેવિયર્સ કોલેજમાં ત્રીજા નંબર પર સ્થાન મેળવી માવતર મોટાણી પરિવાર અને સાસરીયા પારેખ પરિવાર સહિત દાઉદી વ્હોરા સમાજનું ગૌરવ વધાર્યું હતું ઝૈનબની શિક્ષણ ધગશને લઈ સારું પરિણામ મેળવતાં તેમનાં પિતા યુસુફભાઈ અને માતા જુમાનાબેન મોટાણીએ આશીર્વાદ પાઠવી ભવિષ્યની શુભકામના પાઠવી હતી.
Tags:
News