વીંછિયાના ગુંદાળા (જશ) ગામની
સરકારી મા.& ઉ. મા. શાળાનું સો ટકા પરિણામ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વીંછિયા તાલુકાના ગુંદાળા (જશ) ગામની
સરકારી મા.& ઉ. મા. શાળાએ પોતાનું પરિણામ સો ટકા પર પહોંચાડતા ઉનાળામાં વિધાર્થીઓ પર અભિનંદનનો રીતસર વરસાદ થઈ રહ્યો છે આ શાળાના સોનલ બાવળીયા, સેજલ રોજાસરા, મનીષા પરમાર પ્રથમ રહ્યાં હતાં તમામ પાસ થનાર વિધાર્થીઓને આચાર્ય ભાવનાબેન અગ્રાવત શિક્ષક સાબિરભાઈ કટારીયા સહિતનાઓએ અભિનંદન પાઠવી ભવિષ્યની શુભકામના પાઠવી હતી.