WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બધા વિષયો ફરજિયાત ભણાવવાનો આગ્રહ ક્યારે છોડીશું?

આપણે ત્યાં શિક્ષણ પ્રત્યે ખબર નહી કેમ બહુ ધ્યાન અપાતું નથી. નવા હોનહાર શિક્ષકોની ભરતી થતી નથી વિધાસહાયકોથી કામ ચલાવવામાં આવે છે. પછી શિક્ષણમાં ભલી વાર ક્યાંથી આવે .

નવી શિક્ષણનીતિ ૨૦૨૦ માં ભાર વિના ભણતરમાં દફતરનો ભાર હલકો કરવા દર મહિનાના પ્રથમ દસ દિવસ દફતર વિના શાળામાં જવાનું સુચન થયું હતું આ દસ દિવસમાં ઇતર પ્રવૃતિઓની યાદી પણ આપવામાં આવી હતી. દફતરનો ભાર ઓછો કરવા આ યોજના સારી છે .
જો પ્રમાણિકપણે આ યોજનાનો અમલ કરવામાં આવે તો વિદ્યાથીઓને બહુ રાહત થાય એમ છે.
શિક્ષણ દિવસે દિવસે અઘરું થતું જાય છે . શિક્ષણના ભાર બોજ નીચે કચડાયેલો વિધાર્થી એનું બાળપણ શોધી રહ્યો છે જે હવે ક્યાં ગુમ થઈ ગયું છે . અત્યારે એની રમવાની ઉંમર છે. પણ ટ્યુશન શાળા કલાસો વિધાથીને રમવાનો સમય પણ આપતા નથી. બાળકની માસૂમિયત નાદાની ક્યાંય દુર દુર સુધી દેખાતી નથી એની નિર્દોષતા છોડી વિધાર્થી ગંભીર નજર આવી રહ્યો છે .
બાળકને હસવું છે. કિલકિલાટ કરવો છે મિત્રો સાથે ધમાચકડી કરવી છે મોજ મસ્તી તોફાન કરવા છે. પણ ટ્યુશનની ક્લાસોની માયાજાળમાંથી બહાર નીકળી શકાતું નથી .
જ્યારે એને ઊછળકુદ કરવી છે પણ ચોપડાનો ભાર એને જમીન સાથે જકડી લે છે. એને મુક્ત પંખી જેમ ઊડવું છે પણ વિધાથી પીરીયડ પરીક્ષા અને અભ્યાસકર્મમાં ગૂંચવાય ગયેલો છે 
તમને ખબર છે તમારા બાળક પર કેટલો ભાર છે? કેટલું દબાણ છે? ભાષાનો ભાર પરીક્ષાનો ભાર ટ્યુશનનો ભાર માતાપિતાની અપેક્ષાનો ભાર શિક્ષકની હાકનો ભાર એક પણ માર્ક કપાય ના જાય એનો ભાર એમ કોણ જાણે કેટકેટલા ભાર સહન કરવાની હિમ્મત વિધાર્થી વિકસાવી રહ્યો છે 
આ ભારની નીચે ભાર વગરનું ભણતર નિર્દયતાપુર્વક કચડાઈ રહ્યું છે.
આમ તો આપણે વિધાર્થી ખોટો શબ્દ વાપરીએ છીએ એને તો પરિક્ષાથી આપણે બનાવી દીધો છે.
બરાબર વાંચજો પરીક્ષા માટે વાંચવાનું પરીક્ષા સુધી વાંચવાનું પરીક્ષા પછી ભુલી જવાનું . આ આપણા શિક્ષણની કડવી વાસ્તવિકતા છે દરેક વિધાર્થીની રુચિ અને પ્રકૃતિ અલગ અલગ હોય છે બધા વિધાર્થીને બધા વિષયમાં રસ હોતો નથી. 
 બચપણથી જ બાળકનો રસ શેમાં છે તે જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિનો વિક્સ કરવો જોઈએ 
કોઈને ગણિતમાં કોઈને વિજ્ઞાનમાં કોઈને ચિત્રકામમાં કોઈને ગુજરાતીમાં કોઈને ઇતિહાસમાં તો કોઈને સંગીતમાં રસ હોય છે આ બધા વિષયો ફરજિયાત ભણાવવાનો આગ્રહ ખાસ છોડવાની જરૂર છે 
આજે જો એક સર્વે કરવામાં આવે તો ભણી ચુકેલા વ્યક્તિઓને એમનું ભણેલું એમના જીવનમાં કેટલું કામ લાગે છે તો કદાચ આપણે બહુ મોટો ઝટકો લાગે .
મુળ વાત એ છે કે પાઠ્યપુસ્તકો અને જીવન વ્યવહારને પારસ્પરિક સબંધ ખુબ ઓછો હોય છે આ લોકો એવું સિદ્ધાંતિક ભણ્યા હશે જેનો જીવનમાં ક્યારેય ઉપયોગ નહી કર્યો હોય . એવું લાગે છે કે પાઠયપુસ્તકો પણ પરીક્ષાલક્ષી ના બનાવતા જીવનલક્ષી બનાવવા જોઈએ . એમાં સિદ્ધાંત અને વ્યવહારનો સુમેળ કરવો જોઈએ પ્રાયોગિક અને વ્યવહારિક શિક્ષણ તરફનો ઝોક વધારવો જોઈએ. જો આમ કરવામાં આવે તો શિક્ષણ ભારરૂપ નહી લાગે 
આજે પરીક્ષા જ પ્રગતિનો માપદંડ બની ગઇ છે . પરીક્ષામાં ગોખીને લખ્યું છે કે સમજીને એ મહત્વનું નથી વિધાર્થી ચોરી કરીને પાસ થયો છે કે પોતાની આવડતથી પાસ થયો છે એ પણ મહત્વનું નથી . પરીક્ષા નીતિ શીખવાડે છે કે અનીતિ.
વાલીઓ શિક્ષણશાસ્ત્રીઓ સામાજિક આગેવાનો શિક્ષકો વિધાર્થીઓ બધા મળીને આજની શિક્ષણનીતિમાં શું ફેરફાર કરી શકાય એ અંગે ઊંડું ચિંતન અને મનન કરવું જોઈએ અને જરૂરી ફેરફારો કરવા જોઈએ શિક્ષણ ભારે નહી હળવું હોવું જોઈએ.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો