16 વર્ષીય સદાબેન હત્યાકાંડમાં યોગ્ય તપાસ ન થતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, તપાસ ન થાય તો ઉપવાસની ચીમકી
વિછીયા તાલુકાના નાના માત્રા ગામે 16 વર્ષીય સદાબેનની થયેલી હત્યા અંગે યોગ્ય તપાસ ન થતા અને કેસને દબાવાની કોશિશ થઈ રહી હોય તેવી આશંકા વચ્ચે, કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાત દ્વારા મામલતદાર કચેરી વિછીયામાં મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદનમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીએ તથા કલેક્ટરશ્રીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસને રી-ઓપન કરવાની માંગ કરવામાં આવી છે.
આગેવાનોના જણાવ્યા અનુસાર, દોષિતોને કડક સજા થાય અને આવનારા સમયમાં એવા બનાવો ફરી ન બને, એ હેતુથી આ પગલાં લેવામાં આવ્યા છે.
આવેદનમાં ચિમકી અપાઈ છે કે જો તારીખ 15 સુધીમાં યોગ્ય તપાસ શરૂ નહીં થાય, તો વિછીયા મામલતદાર કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધારણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કોળી ઠાકોર એકતા સમિતિ ગુજરાતના મુખ્ય મુકેશભાઈ રાજપરા, અરવિંદભાઈ રાજપરા, રસિકભાઈ રોજાસરા, લાલાભાઈ રાજપરા અને ભગીરથભાઈ વાલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.