હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ રૂરલ એલસીબી અને ભાડલા પોલીસની સંયુક્ત કાર્યવાહી : ગઢડીયા જવાના રસ્તા પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો
રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ભાડલા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભંડારીયાથી ગઢડીયા જવાના રસ્તા પર એક ટ્રકને આંતરીને તલાશી લેતાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રક નંબર RJ 52 GA 4012 માંથી પોલીસે ૬૭૫૬ વિદેશી દારૂની બોટલ અને ૧૧૯૮ બિયરના ટીન કબજે કર્યા છે, જેની કુલ કિંમત અંદાજે ૪૦ લાખ રૂપિયા થાય છે.
પોલીસે ૧૦ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક પણ કબજે કર્યો છે અને ડ્રાઇવર મહેશ પ્રભુદયાલ શર્મા (રહે. જયપુર) ની અટકાયત કરી છે. પોલીસ હવે આ દારૂ કોણે મોકલ્યો હતો અને તે ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે પોલીસની આ કાર્યવાહીથી જસદણ પંથકમાં બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.