WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વેકેશનમાં તમારા બાળકો પાસે કઈ કઈ પ્રવૃતિઓ કરાવવી જોઈએ ?

 આપણે ત્યાં બાળકોને શાળામાં એક દિવસની રજા હોય તો વાલીઓ ખાસ કરીને માતાઓની હાલત ખરાબ થઈ જાય છે. એમાં ઉનાળામાં વેકેશન પડે છે ને વાલીઓની સમજ નથી પડતી કે શું કરવું?

વેકેશન બાળકો એમ સમજે છે કે મજા મોજ મસ્તીના દિવસો છે. તો વાલીઓમાં માતા માને છે કે વધુ કામ નીકળે છે અને સજા જેવો અનુભવ થાય છે.


બાળકો ઘરમાં હોય તો તેમને સાચવવા તેમની માગણીઓ પુરી કરવી તેમની પાસે ક્યાં કામ કરાવવા કઈ પ્રવૃતિઓ કરાવવી એ

 ખૂબ મુશ્કેલ કામ લાગે છે 

વેકેશન બાળકોના જીવન ઘડતર માટે શ્રેષ્ઠ સમય છે. જીવન મુલ્યો સંસ્કાર 

સમજણ આરોગ્ય પરિવાર ભાવના અને જીવનની સાચી દિશા નક્કી કરવાનો સમય છે

જો તમારા બાળકમાં તમે જીવન મુલ્યોનું સિંચન સફળ અને સારો માણસ અને સારો નાગરિક બનાવવા માંગતા હોય તો તમારા માટે વેકેશન ખુબ જ કામનો સમય છે 

બાળક શું બનશે એનો આધાર શાળાનું શિક્ષણ હોય છે પરંતુ બાળક કેવું બનશે? કેવો માણસ બનશે એનો આધાર પરિવારની કેળવણી પર છે 

આપણા કમનસીબે આપણી શાળાઓ પાસે શિક્ષણ સિવાયની કેળવણી માટે કોઈ વ્યવસ્થા કોઈ કોર્ષ છે જ નહી . વેકેશનમાં બાળકો શું કરે છે? બાળકોને શું કરવુ જોઈએ એવા ઘણા સવાલો છે 

વેકેશમમાં માતાપિતા બાળકની સાથે રહી નાની વાતની સમજણ અને સારા વિચારોનું રોપણ કરે તેકેળવણીની શ્રેષ્ઠ રીત છે 

 વેકેશનમાં તમારા બાળકો માટે સમય કાઢો. વધુમાં વધુ સમય બાળકો ત્યમર સાથે રહે એનું ધ્યાન રાખો ભણતરના ભાર વિના રજા માનતા બાળકોમાં કૌશલ્ય વિકાસ સમજણ અને આત્મવિશ્વાસ કેળવવા પ્રયાસ કરવો જોઈએ 

બાળકને સિકવાદવવા માટે એનો સાથે રમવુ જોઈએ રમત પણ બાળકના તનમનને ઉર્જા અને સમજણ આપે છે તમારા બાળકને સાથે સાથે રાખશો તો પારિવારિક મુલ્યોનું ઘડતર થશે સંયુક્ત કુટુંબની ભાવના સબંધોનું મુલ્ય લાગણી અને ભાવ શીખવાડવા માટેના પ્રેક્ટિકલ કરી શકાય એમ છે 

વેકેશનમાં તમારા બાળકોને શાળાના પુસ્તકો સિવાય બીજા પુસ્તકો વાંચવાની ટેવ પાડવી જોઈએ માતાપિતા વાંચશે તો બાળકો વાંચ

શે તમારી નકલ કરશે 

બાળકમાં કઈ બનવાનું સપનુ રોપવું હોય તો બાળકોને વાર્તાઓ કહો કોઈ નાના મોટા રોજગાર વેપાર વ્યવસાય કે સંસ્થાઓની મુલાકાત લેવડાવી તેનો પરિચય આપો 

ધોરણ નવ પછીના બાળકોને પિતાના કે બીજા કોઈ વેપાર રોજગારના સ્થળો પર લઈ જવા જોઈએ બધી સમજ પાડવી જોઈએ 

વેકેશમાં બાળકોને કોઈ પણ રીતે રમાડતા રમાડતા અભ્યાસની ભુખ જગાડવી ખુબ જરૂરી છે બાળકોમાં સારા વિચારો રોપો પૈસાની ખર્ચાની વેલ્યુ સમજાવો .

બાળકોને રોજ એક કે બે વાર્તા કહેવાનું ભૂલજો નહી.


અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 

સુરત 

૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો