ઘણી વખત એમ થાય છે કે આ નવી નવી શોધો થાય છે એનાથી આપણે નુકસાન થાય છે કે ફાયદો થાય છે? પણ હવે લાગે છે કે ધીમે ધીમે બહુ મોટું નુક્સાન થઈ રહ્યું છે. આપણા સામાજિક ઢાંચો તહસનહસ થઈ રહ્યો છે.આપના સંસ્કાર અને સંસ્કૃતિને મોટી હાની પહોંચી છે.
ચાર સંતાનોની માતા સાસુ જમાઈ સાથે ભાગી જાય છે. કહે છે અમે એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ.
સાધ્વી ચક્કર ખાઈ પડી જતા દવાખાનાંમા દાખલ કરવામાં આવે છે તપાસ કરતા ખબર પડે છે કે સાધ્વી પ્રેગ્નન્સી ધરાવે છે એક પરણિત મહિલા પોતાના દેવર સાથે ભાગી જાય છે કેમ કે પતિ ક્લીન સેવ રાખવાની ના પાડે છે. ધોરણ ૫ માં ભણતી વિધાર્થીની પર બે સાથી છાત્રો રેપ કરી ગર્ભવતી બનાવી દે છે બનાવ રાજકોટનો છે.
આપણે બધા ભણેલા ગણેલા શાલીન સભ્ય લોકો છે. છતાં આવા બનાવો રોજ ઠેર ઠેર બની રહ્યા છે. મોબાઈલની પોર્ન ફિલ્મોએ ડાટ વાળ્યો છે. મોબાઈલની વિવિધ એપ પર કોઈનો અંકુશ નથી આપણા સંસ્કારો ક્યાં ગયા? આપણી નૈતિક મુલ્યોનું તો ધોવાણ થઈ ગયું છે કઈ સમજ પડતી નથી .
આવા બનાવોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ૮૦ ટકા આવા કેસો દબાવી દેવામાં આવે છે ઈજ્જત પરિવારની આબરૂને કારણે મોં બંધ રાખવામાં આવે છે પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા હજુ બહુ લાંબો વિચાર કરવો પડે એમ છે.
આપણી પરવરીશમાં ક્યાં ભુલ રહી જાય છે? આપણે વાલીઓ ક્યાં થાપ ખાઇ રહ્યા છે? આપણે આપણા સંતાનોની બધી વાજબી ગેરવાજબી માંગો પુરી કરી દઈએ છીએ લાગે છે એની આ અસર છે.
વિધાર્થીનીને નજીકના સબંધી કિશોરો ગર્ભવતી બનાવે છે ત્યારે સામાજિક ભરોસો ચકનાચૂર થઈ જાય છે પોતાની સગી દીકરીના વર સાથે ભાગી જનાર સાસુને શું કહેવું?
સુરતનો એક બનાવ તો વધુ ચોંકાવનારો છે ૧૩ વરસના વિધાથીને લઈને તેનાથી દસ વરસ મોટી ટ્યુશન આપતી શિક્ષિકા ભાગી જાય પકડાઈ જતા બીજી મુસીબત સામે આવે છે એ શિક્ષિકાબેનને પેલા વિદ્યાથીથી ૨૦ મહિનાનો ગર્ભ છે હવે શું થશે કોને ખબર
આ ઘટના વિશે તો આપણી પાસે કોઈ શબ્દ જ નથી .
ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો જન્મ થશે કે ગર્ભપાત કરવામાં આવશે કાયદાની કઈ કલમ લગાડવી એ એક સવાલ છે . આ શિક્ષિકા વિધાથી ૧૨ વરસનો હતો ત્યારથી તેની સાથે શારીરિક સબંધ બાંધતી હતી .
આ કેસ રેપનો નથી પરંતુ યોન શોષણનો છે જો બાળક જન્મે તો ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે છે જેમ કે બાળકના ભરણપોષણથી લઈ બાળકનો અભ્યાસ બાળકના નામ પાછળ પિતાનું નામ લખવું કે ના લખવું
આવા બનાવો બનતા જ રહે છે પરિવારના મોભીઓ વડીલો સમાજના આગેવાનો સમાજ સુધારકો મળીને આનો કોઈ ઉપાય શોધે નહિ તો હજુ હાલત ખરાબ થશે.
પહેલા તો ટી. વી. મોબાઈલ પર આવતી અશ્લીલ એપ પર તાત્કાલિક પ્રતિબંધ મુકાવો જોઈએ આ લોકોને શું બતાવવું શું નહી બતાવવું એના નિયમો હોવા જોઈએ એક માર્ગદર્શિકા તૈયાર કરવાની તાતી જરૂર છે જાગો હવે ક્યારે જાગશો.
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭