હિંદી ફિલ્મોની સફળતામાં ગીતોનું બહુ મોટું યોગદાન રહેલું છે. કેટલીક જુની ફિલ્મોના ગીત આજે પણ લોકપ્રિય છે. ગીતકારો સંગીતકારો ગાયકો દીલ રેડીને કામ કરતા હતા. એમાં કેટલાકને ઝળહળતી સફળતા મળી. કેટલાકની જોઈએ એવી કદર થઈ નહી.
હિંદી ફિલ્મોમાં ગીતકાર સંગીતકાર નૃત્યનિર્દેશક અને અભિનેતા તરીકે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રેમધવનની જોઈએ એવી કદર થઈ નથી. જોઈએ એટલા માનપાન કદી પ્રેમધવનને મળ્યા નહી.
તમારી આવડત અક્કલ હોશિયારી પ્રમાણે તમારી કદર થાય એ જરૂરી નથી. જેમનામાં અસાધારણ પ્રતિભા હતી પણ એ પ્રતિભાને છાજે એવી તારીફ પ્રસંશા એ હકદારોની થઈ નથી ફિલ્મ ડાયરેક્ટર વિજય આનંદ અભિનેતા ઓમપ્રકાશ ફિલ્મ એડિટર રેણુ સલુજા ડાયલોગના બેતાજ બાદશાહ કાદરખાન ગીતકાર યોગેશ જેમણે રાજેશ ખન્નાની સુપર હિટ આનંદના સુપર દુપર હિટ ગીતો લખ્યા હતા વિગેરે ગણી શકાય. આજે બુધવારે સાતમી મેના રોજ જેમની ૨૫ મી પુણ્યતિથિ છે એ ગીતકાર સંગીતકાર અભિનેતા અને નૃત્યનિર્દેશક પણ આમ સમાવેશ કરી શકાય. બહુમુખી પ્રતિભા ધરાવતા હોવા છતાં તેમની હયાતીમાં અને તેમની ગેરહાજરીમાં પણ એમના ગુણગાન ગવાવા જોઈએ એવા નથી ગવાયા એ હકીકત છે.
૧૯૫૦થી ૧૯૬૦ નો સમયગાળો હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગોલ્ડન પીરીયડ ગણાય છે આ દોરમાં ફિલ્મના ગીત સંગીતની લોકપ્રિયતા ટોચ પર હતી ગીતકારોની વાત કરીએ તો સાહિર શેલેન્દ્ર કેફી આઝમી મજરૂહ સુલતાનપુરી શકીલના ગીતો દસે દિશામાં ગુંજતા હતા દરેક ગીતકારની અલગ ખાસિયત હતી આ ગીતકારોની ફરતે ગ્લેમરનું તેજ એવું વીંટળાયેલું હતું કે નિદા ફાઝલી કવિ પ્રદીપ કે પ્રેમધવન જેવા ગીતકારોના માતબર યોગદાન હોવા છતાં તેમણે એટલું માન સન્માન પૈસા કોઈ દિવસ મળ્યા નહી.
ગુરુદતની જેમ પ્રેમધવનએ પણ શરૂઆતમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું ૧૯૪૯માં મધુબાલા અને જયરાજને ચમકાવતી સિંગાર નામની ફિલ્મમાં એક ગીતમાં પ્રેમધવન ડાન્સર તરીકે જોવા મળે છે.
આ સિવાય બી.આર. ચોપરાની વક્તમાં એમની કોરિયાગ્રાફી હતી. નયા દોરનું ઉડે જબ જબ ઝુલ્ફે તેરી પણ પ્રેમ ધવનની જ કમાલ છે ધૂલકા ફુલ આરજુ વચન સહારામાં પણ પ્રેમ ધવનનું યોગદાન છે.
પ્યાસાના ગીત કાને પડતા સાહિર હોય. હકીકતના ગીતો સાંભળતા કેફી આઝમી ગાઈડના ગીત ગણગણતા શૈલેન્દ્ર મુઘલ એ આઝમના ગીત વાગતા શકીલની યાદ આવી જાય એજ રીતે દેશભક્તિ દેશ પ્રેમના ગીતો વખતે પ્રેમ ધવન કેમ યાદ આવતા નથી .
દેશપ્રેમના ગીતો " છોડો કલ કી બાતે" "એ મેરે પ્યારે વતન" આજે પણ લોકપ્રિય છે પણ આ ગીતો પ્રેમધવનના છે એ કેટલાને ખબર છે? આ ઉપરાંત એ વતન એ વતન હમકો તેરી કસમ " '"મેરા રંગ દે બસંતી ચોલા " પણ પ્રેમ ધવનની કલમનો ચમત્કાર છે .
પ્રેમધવને ચાર ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે"૧૯૪૯ ની" સિંગાર " ૧૯૫૦ ની" લાજવાબ " ૧૯૫૮ ની" સિતારો સે આગે " અને વિજય ભટ્ટની" ગુંજ ઊઠી શહનાઈ માં અભિનેતા તરીકે કામ કર્યું છે
" ગુંજ ઊઠી શહનાઈ" માં તેમના કામની એટલી તારીફ થઈ કે પરિવારના સભ્યો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સહયોગીઓ બાકી બધું મુકી એકટર બનવાની સલાહ આપી પ્રેમ ધવન માન્યા નહી એમનો જવાબ હતો ગીતો લખવા એમનું જીવન છે. સંગીત આપવું એમનો શોખ છે નૃત્યમાં એમને આનંદ મળે છે અને એક્ટિંગ તો માત્ર ચેન્જ માટે કરે છે જો પ્રેમ ધવન અભિનેતા બન્યા હોત તો એક પ્રતિભાશાળી ગીતકારથી સીનેરસિકો વંચિત જરૂર રહી ગયા હોત
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭