પાળીયાદ પોલીસે વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો
પાળીયાદ પોલીસ સ્ટેશને વિવિધ ગુનામાં જપ્ત કરેલી વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો છે. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 5000 બોટલનો રોલર ફેરવીને નાશ કર્યો છે. આ દારૂની કિંમત આશરે 12.30 લાખ રૂપિયા થવા જાય છે.
નાશ કરવાની કાર્યવાહી દરમિયાન બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, ડીવાયએસપી મહર્ષિ રાવલ, બોટાદના મામલતદાર, પાળીયાદના પી.આઈ. તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓની હાજરીમાં આ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.