હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ પંથકમાં છેલ્લા ઘણા વખતથી રીક્ષામાં મુસાફરોને બેસાડી પાકીટ અને રોકડની ચોરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. રાજકોટનાં આ બન્ને શખ્સો પાસેથી દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જસદણ વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી મુસાફરોના મોબાઈલ તથા પાકીટ ચોરી થતાં હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હોય રાજકોટ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે રાજકોટનાં જુના માર્કેટીંગ યાર્ડ પાસે રહેતા મુળ બાબરાના કલોરાણા નામના પપ્પુ ઉર્ફે રોહિત રાયધન સોલંકી અને રાજકોટનાં સંત કબીર રોડ પર સાગરનગર મફતીયાપરામાં રહેતા મુળ રાધનપુરના સમી ગામના વતની મહેશ ઉર્ફે મયલો જેન્તીભાઈ સોલંકીને ઝડપી લીધા હતાં. આ બન્ને પાસેથી રીક્ષા અને રોકડ તથા મોબાઈલ સહિત રૂા.1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.