હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિંછીયાના અજમેરા ગામની સીમમાં ચાલતી જુગારની કલબ ઉપર રૂરલ ક્રાઇમ બ્રાચે દરોડા પાડી ૧પ શખ્સોને ૮.પ૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા ઇ./ચા, પોલીસ અધિક્ષક સીમરન ભારદ્રાજ પ્રોહી-જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હોય. જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.વી. ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સ.ઈ. એચ.સી.ગોહીલ સ્ટાફ સાથે પેટ્રોલીંગ માં હોય દરમ્યાન સાથેના પો. હેડ કોન્સ. વાઘાભાઈ આલ મળેલ હકિકત આધારે અજમેર ગામની ભુખરી ખાણ સીમ વિસ્તારમાં દિનેશ વેલાભાઇ માલકીયા રહે, છાસીયા ગામ તા. વિંછીયા જી. રાજકોટ વાળો પોતાની ભોગવટા વાળી વાડીમાં આવેલ ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વતી તીન પત્તી( રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમાડતો હોય રેઇડ કરી ૧પ શખ્સોને રોકડ રકમ ૧,૪૭,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ કિ.રૂ. ૭,૦૩,૦૦૦/- એમ મળી કુલ મુદ્દામાલ ૮,૫૦,૦૦૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ શખ્સોમાં: (૧) દિનેશ વેલાભાઇ માલકીયા, ધંધો- ખેતી રહે- છાસીયા ગામ, (૨) પ્રકાશ ગોરધનભાઇ જોગરાજીયા, ધંધો- ખેતી રહે - છાસીયા ગામ, તા. વિંછીયા, (૩) રાજેશ ધીરૂભાઇ ધોરીયા, ધંધો- ખેતી રહે - ઓરી ગામ, (૪) ઉમેશ હેમંતભાઈ જોગરાજીયા, ધંધો- ખેતી રહે - છાસીયા ગામ, (૫) રાજુ દેવશીભાઇ ચાવડા, ધંધો-ખેતી રહે-ઢોકળવા ગામ, (૫) સંજય વસ્તભાઇ સાસકીયા, ધંધો- ખેતી-અભ્યાસ રહે - ઢોકળવા ગામ, (૭) પળથ્વીરાજ વલકુભાઇ ખાચર, ધંધો- ખેતી રહે - ઢોકળવા ગામ, (૮) મુના મનસુખભાઇ મીઠાપરા, ધંધો- ખેતી રહે- છાસીયા ગામ, (૯) મુકેશ વેલાભાઇ માલકીયા, ધંધો ખેતી રહે- છાસીયા ગામ, (૧૦) વિપુલ જેન્તીભાઇ માલકીયા, ધંધો ખેતી રહે- છાસીયા ગામ, (૧૧) અલ્પેશ જગદીશભાઇ ઓળકીયા, ધંધો- ખેતી રહે - ધરમપુર ગામ, (૧૨) હિતેશ જવેરભાઈ ખોરાણી, ધંધો- મજુરી રહે - છાસીયા ગામ, (૧૩) કલ્પેશભાઇ દેહાભાઇ માલકીયા, ધંધો- ખેતી રહે - છાસીયા ગામ, (૧૪) ઘનશ્યામ જગશીભાઇ માલકીયા, ધંધો-મજુરી રહે- છાસીયા ગામ તથા (૧૫) પ્રવિણ રાયધનભાઈ સાકરીયા, ધંધો- મજુરી રહે - ઢોકળવા ગામ, તા. ચોટીલાનો સમાવેશ થાય છે. રોકડા રૂપિયા ૧,૪૭,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૧૫ કિ.રૂ. ૮૩,૦૦૦/- તથાઁ વાહનો નંગ-૦૩ કિ.રૂ.૬,૨૦,૦૦૦/- મળી કુલ ૮.પ૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.