WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં આયુર્વેદ હોસ્પિટલના નિર્માણ અંગે કલેક્ટરને અભિનંદન પાઠવતાં જસદણ ભાજપ પ્રમુખ

જસદણમાં આયુર્વેદ હોસ્પિટલના નિર્માણ અંગે કલેક્ટરને અભિનંદન પાઠવતાં જસદણ ભાજપ પ્રમુખ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ આયુષ સોસાયટી અને ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીની ગવર્નીગ બોડીની એક બેઠક યોજાય હતી જેમાં આરોગ્ય સહિત ઘણાં પ્રશ્નોની ચર્ચા અને કામગીરી થઈ હતી ખાસ કરીને આ બેઠકમાં જસદણમાં આયુર્વેદ હોસ્પિટલના નિર્માણની મંજૂરી મળી તે બદલ જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીને અભિનંદન પાઠવ્યા હતા વિજયભાઈએ જણાવ્યું હતું કે એલોપેથીની આડ અસરો વચ્ચે લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે ત્યારે સરકારનું આ પગલું સરાહનીય છે વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જસદણમાં રાજ્યની ભાજપ સરકાર દ્વારા તળિયા થી ટોચ સુધીના વિકાસના અનેક કામો થયાં છે ત્યારે જસદણમાં આયુર્વેદ હોસ્પિટલના નિર્માણને મંજુરી સોનામાં સુગંધ ભળે એવું કામ થયું છે ખાસ કરીને આ બેઠકમાં આયુર્વેદ ઉપચાર અને પદ્ધતિ અંગે સોશિયલ મીડિયામાં કરવામાં ભાર મુકવામાં આવ્યો તે પણ સરાહનીય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો