બોટાદ તાલુકાના તૂરખા ગામે રહેતા બે યુવાનો બાઇક લઈ ને બોટાદ જઈ રહ્યા હતા ત્યારે જરિયા રોડ પર સામે થી આવતી રીક્ષા સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં એક યુવાન નું કરૃણ મોત નીપજ્યું હતું
પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ ના તૂરખા ગામે નવા પરા વિસ્તારમાં રહેતા રમેશ ભાઈ નથુભાઈ વાઘેલા (ઉમર,39) અને તે જ ગામે રહેતા મૂકેશ ભાઈ અમરા ભાઈ વાઘેલા સોમવારે બપોરે પોતાનું બાઇક લઈ ને બોટાદ જઈ રહ્યા હતા
આ સમયે જરિયા થી તૂરખા રોડ પર આવેલ ગઢવી ભાઈ ની વાડી વિસ્તારમાં બોટાદ તરફથી આવી રહેલ રીક્ષા ના ચાલકે બાઇક સાથે ધડાકાભેર ટક્કર મારી હતી
આ બનાવમાં રમેશ ભાઈ ને માથા પર અને હાથ પર ઈજા પહોંચી હતી , અને તેમને બોટાદ હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા,
હોસ્પિટલમાં માં ફરજ બજાવતા તબીબે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા
બાઇક પર સવાર મૂકેશ ભાઈ ને ઈજા પહોંચી હોવાથી તેમને બોટાદમાં છાયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
જ્યારે રીક્ષા ચાલક ને પણ ઈજા થઈ હતી તો એમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
આ બનાવ અંગે રીક્ષા ચાલક વિરૃધ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
WATCH VIDEO
@Mitesh Ghughal
Tags:
News