અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં કાલે કોંગ્રેસ દ્વારા જમણવાર: બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો જોડાશે

રાજકોટમાં કાલે કોંગ્રેસ દ્વારા જમણવાર: બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો જોડાશે
રાજકોટમાં ભાજપ કોંગ્રેસ અને આપનો પ્રચાર પ્રસાર ચરમસીમા પર છે લોકોને મોંઘવારી બેરોજગારી અને ડગલે પગલે થતાં ભ્રષ્ટાચાર ગેરરિતી સામે ભારે જનઆક્રોશ છે આવા માહોલ વચ્ચે કાલે શનિવારે રાત્રિના આઠ કલાકે કૉંગ્રેસ પાર્ટી તરફથી રાજકોટનાં દાઉદી વ્હોરા વિસ્તાર બેડીપરા સોળથંભી પાસે જબરજસ્ત જમણવાર થશે એમ રાજકોટ કોંગ્રેસના મહિલા આગેવાન દુરૈયાબેન મુસાણીએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ભાજપના રાજમાં લોકો ખૂબ જ ત્રાહિમામ થઈ ગયાં છે સામાન્ય પરિવારને તો એક સાંધો અને તેર તૂટે એવી હાલત છે અનાજ કીરાણું રાંધણગેસ શિક્ષણ આરોગ્ય આ બધું મોંઘુદાટ છે મધ્યમ વર્ગની બહેનો અને ભાઈઓ તો પોતાનાં સંતાનોના શિક્ષણ માંટે રીતસરની ભીખ માંગી રહ્યા છે ભાજપ પોતાને વિકાસ કહે છે પણ પ્રજાના પૈસાથી રોડ રસ્તા બનાવ્યા હોય છે તે ચાર છ મહિનામાં તુટી જાય છે આના કારણે ધોળા બગલાની પાંખ જેવાં વસ્ત્રો પહેરી ફરનારાઓની સંપતિમાં રાતોરાત વધારો થયો છે વધુમાં દુરૈયાબેન એ જણાવ્યું હતું કે આવા ધોળા વસ્ત્રો કે કોઈ સીન સપાટા જેવાં વસ્ત્રો પહેરીને કોઈ મત માંગવા આવે તો તેમને કોંગ્રેસના અને ભાજપના અત્યારની મોંઘવારીનો તફાવત બતાવજો છેલ્લે દુરૈયાબેન એ જણાવ્યું હતું કે કાલે શનિવારે રાત્રિના આઠ કલાકે બેડીપરા સોળથંભી વિસ્તારમાં દરેક ભાઈબહેનો આવજો અમને શું કામ મત તે અંગે કોંગ્રેસના આગેવાનો દરેકને વિસ્તારથી સમજાવશે પછી સાથે ભોજન લઈશું
અત્રે નોંધનીય છે કે રાજકોટનો આ વિસ્તાર 68 છે ત્યાંથી કોંગ્રેસના લડાયક નેતા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂ મેદાનમાં છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું