અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વડાપ્રધાન મોદી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર આવતાં તેમને આવકારતા વિજય રાઠોડ

વડાપ્રધાન મોદી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર આવતાં તેમને આવકારતા વિજય રાઠોડ

દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ફરી એકવાર વિશ્વભરમાં છવાતા તેમને જસદણ શહેર ભાજપ યુવા બક્ષીપંચ મોરચા અને જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ હર્ષ વ્યકત કરી આવકાર્યા હતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 77 ટકા એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વ નેતાઓની યાદીમાં ટોચ પર છે. મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બાનીઝને 56% એપ્રુવલ રેટિંગ આપવામાં આવ્યું છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને ત્રીજું સ્થાન મળ્યું છે, જેમની એપ્રુવલ રેટિંગ 41% છે.જ્યારે  બ્રિટનના પીએમ ઋષિ સુનક 36 % એપ્રુવલ રેટિંગ સાથે પાચમાં ક્રમે છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું