અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ગઢડીયાની સીમમાં વીજ શોક લાગતાં મહારાષ્ટ્રીય મજુરનું મોત

જસદણના ગઢડીયાની સીમમાં વીજ શોક લાગતાં મહારાષ્ટ્રીય મજુરનું મોત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મુળ મહારાષ્‍ટ્રના સુલતાનપુર ગામના અને હાલ જસદણના ગઢડીયા ગામની સીમમાં રસિકભાઇ નાથાભાઇ સરધારાની વાડીમાં રહી ખેત મજૂરી કરતાં સંતોષ શીવાજીભાઇ ઉખલડે (ઉ.વ.૨૫)ને વાડીએ પાણીની પાઇપ લઇને ઉભો હતો ત્‍યારે લોખંડના તારની ફેન્‍સીંગને પકડી લેતાં તેમાંથી કરંટ લાગતાં બેભાન થઇ જતાં મોત નિપજ્‍યું હતું.
પોલીસે મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેણે બે સગી બહેનો હનીતા અને બાનુ સાથે લવમેરેજ કર્યા હતાં. બંને પત્‍નિ તેની સાથે જ રહે છે. એક પત્‍નિનએ એક પુત્રી અને બીજી પત્‍નિને એક પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. ભુંડ સહિતના જનાવરો ખેતરમાં ઘુસી ન જાય તે માટે ફેન્‍સીંગમાં વિજકરંટ રખાયો હતો. જે મજૂરના મોતનું કારણ બન્‍યો હતો. જસદણ પંથકમાં ઘણાં વાડી ખેતરોમાં ઈલે. શોક રાખવામાં આવે છે પણ તેની ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાથી વીજ શોક લાગવાનાં અવારનવાર બનાવો બને છે.
વધુ નવું વધુ જૂનું