જસદણના આકાશમાં છેલ્લાં એક કલાકથી પ્લેનો ઊડતાં લોકોમાં ભારે કુતૂહલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ પંથકના આકાશમાં સોમવારે રાત્રિના આઠ કલાકથી લગભગ દોઢ કલાક સુધી શકિતશાળી હવાઈ જહાજની ગડગડાટ થતાં આ પંથકના લોકોમાં જબરું કુતૂહલ સર્જાયું હતું જાણે યુદ્ધની પરિસ્થિતિ હોય એવી રીતે હવાઈ જહાજની અવરજવર વધી જતાં કેટલાંક લોકો અગાશી પર પ્લેનોની રમઝટ જોવા ચડી ગયા હતા દરમિયાન આ અંગે જસદણના જાંબાઝ પ્રાંત અધિકારી રાજેશ આલએ જણાવ્યુ હતુ કે તેઓએ કન્ટ્રોલરૂમનો સંપર્ક કર્યો હતો જેમાં એરફોર્સનું રિહર્સલ છે ગોંડલ સૂરજ મૂછાળા કોલેજ ખાતે એક એરફોર્સની ટીમ આવી છે અને આ ટીમ આગામી તા.૨૩ડિસેમ્બર સુઘી રોકાશે ત્યારે લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News