અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

તમે ગુજરાતી કોને કહેશો ?

તમે ગુજરાતી કોને કહેશો ?

આપને ત્યાં ગુજરાતમાં મુળ ગુજરાતીઓ કરતા બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં વસતા લોકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે મુળ ગુજરાતીઓ કેટલા છે એ એક સંશોધનનો વિષય છે.
આપનાં ગુજરાતીઓ વિશ્વના ખૂણા ખૂણામાં જઇ વસ્યા છે હવે આ ગુજરાતી પ્રજા વેપાર બિઝનેશ કરી લાખો રૂપિયા કમાઈ લે છે પણ ગુજરાતીઓ અને ગુજરાતીભાષા સાથે ક્રમશ વ્યવહાર ઘટી રહ્યો છે .
રૂપિયા બિઝનેશ વેપાર મહત્વના છે કબુલ પણ પછી ધીરે ધીરે એમનામ વસવાટ કરતું ગુજરાત અને ગુજરાતીપણું ખોવાઈ રહ્યું છે 
આ ગ્લોબલ ગુજરાતીઓના સંતાનોને તો ગુજરાતી સાથે કોઈ સંબધ જ રહેતો નથી .ના ગુજરાતી બોલી શકે છે ના સમજી શકે છે ના ગુજરાતી વાંચી શકે છે આમાં કોનો વાંક ગણવો?
1960 માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા .1960 થી 2023 સુધી એટલે કે 63 વરસ પછી પણ ગુજરાતી સ્કૂલમાં ગુજરાતી ભણાવવામાં આવતું નથી એવું ગુજરાત સરકાર ખુદ કબુલે છે હવે રહી રહીને ગુજરાત સરકાર કાયદો લાવી રહી છે કે ભાઈ ગુજરાતમાં ધોરણ 1થી 8 માં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાનો છે આનો અમલ કેટલો અને કેવો થશે એ અલગ વાત છે.
સવાલ અહીં એ છે કે 63 /63 વરસથી ગુજરાત સરકાર શિક્ષણવિભાગ અત્યાર સુધીના બધા શિક્ષણમંત્રીઓ ગુજરાતી વિષયના શિક્ષકો ગુજરાતી ભણતા વિધાર્થીઓ અને આપના સમજદાર કહેવાતા વાલીઓ કોઈને પણ કઈ કેમ ખબર ના પડી? કે ભાઈ ગુજરાતમાં પહેલા તો ગુજરાતી ભણવું જ જોઈએ? આટલા બધા ગુજરાતીઓ 63 વરસ સુધી શુ કરતા હતા ? સૌથી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ દર વરસે થતા હતા તે વખતે તમે શું કરતા હતા? 
તમારા સંતાનો કે આજુબાજુ પાડોશીના સંતાનો 8 માં ભણતા હતા અને ગુજરાતીની એક લીટી બરાબર વાંચી શકતા નહોતા તે વખતે તમને કઈ વિચાર ના આવ્યો? 8 માં ધીરણમાં ભણતો વિદ્યાથી એક લિટી બરાબર વાંચી ના શકે બોલી ના શકે તે વખતે કેમ આપણે કોઈ વિચાર ના આવ્યો? તમારા સંતાનને માતૃભાષા બોલતા લખતા કે વાંચતા આવડતી નથી એની શરમ આવવી જોઈએ કે ગર્વ લેવો જોઈએ?
હમારા મુન્નાને તો ગુજરાતીમાં કઈ આવડે જ નહી એમ બોલી હસતી માતાઓને શુ કહેવું?
શાળા સંચાલકો રાજકારણીઓની સાંઠગાંઠમાં બેફામ બની ગયા છે બેફામ ડોનેશન મન ફાવે તેટલા હજારો ફી લઈને પણ ગુજરાતી ભણાવતા નથી તો શું કરીશું?
ગુજરાત હાઇકોર્ટે આદેશ આપવો પડ્યો અગર હાઈકૉર્ટ આદેશ આપતે નહી તો કદાચ હજુ ગુજરાતમાં ગુજરાતી ફરજીયાત કરવા ગુજરાતી ભાષાને ઘણી બધી રાહ જોવી પડતે.
આપને ત્યાં વિધાર્થીઓ તો ઠીક ગુજરાતી ભાષાના કેટલા શિક્ષકો સારું ગુજરાતી જાણે છે ? આપના માતબર અઢળક જાજરમાન સાહિત્યવરસાથી માહિતગાર છે? કેટલા શિક્ષકો વ્યાકરણ લોકસાહિત્ય દુહાઓ ટુચકાઓ લોકકહેવતો લોક કથાઓ વાર્તાઓ નવલકથાઓ સાહિત્યકારો લેખકો કવિઓ ગઝલકારોથી પરિચિત છે? એમને નામ અને કામથી કેટલા શિક્ષકો ઓળખે છે?
ગુજરાતમાં જે શાળા કોલેજો ગુજરાતી વિષય ભણાવવા તૈયાર ના હોય એ શાળાની પરવાનગી તાત્કાલિક રદ કરી એવી શાળાઓને તાળાં મારી દેવા જોઈએ અને શાળા સંચાલકોને 50 /50 લાખ રૂપિયા દંડ કરવો જોઈએ.
સરકારી અને ખાનગી નોકરીઓમાં સ્કુલ સર્ટિફિકેટમાં ગુજરાતી વિષયમાં 75 ટકા ઉપર માર્ક મળ્યા હોય એને જ નોકરીમાં પ્રાથમિકતા આપવી જોઈએ ગુજરાતી ભણ્યા ના હોય એને કોઈ પણ સરકારી કે ખાનગી સારી નોકરી ના મળે એવું આયોજન કરવાની ખાસ જરૂર છે 
સાથોસાથ આપણે પણ રોજબરોજની વાતચીતમાં વ્યવહારમાં ઘરમાં પણ ગુજરાતી બોલવાનો જ આગ્રહ રાખીએ તો કદાચ આપના સંતાનો ગુજરાતી વિષય વિશે કઈ જાણી શકે 
જય જય ગરવી ગુજરાત
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

વધુ નવું વધુ જૂનું