Jio 5G: jioની true 5G સર્વિસ 21 શહેરોમાં લોન્ચ, લિસ્ટમાં જુઓ તમારા શહેરનું નામ છે કે નહિં
Jio True 5G: ગુજરાતમાં અંકલેશ્વર અને સાવરકુંડલા, મધ્ય પ્રદેશમાં છિંદવાડા, રતલામ, રીવા અને સાગર, મહારાષ્ટ્રમાં અકોલા અને પરભણી, પંજાબમાં ભટિંડા, ખન્ના અને મંડી ગોવિંદગઢ, રાજસ્થાનમાં ભીલવાડા અને શ્રી ગંગાનગર, સીકર અને ઉત્તરાખંડમાં હલ્દવાની-કાઠગોદામ, ઋષિકેશ અને રૂદ્રપુરમાં શરુ થઇ સેવા.
Jio true 5G service: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુકખુંએ આજે 21 શહેરોમાં Jio True 5G સેવાઓ શરૂ કરી છે. Jio True 5G સેવાઓ હિમાચલના હમીરપુર, નાદૌન અને બિલાસપુરમાં એક સાથે શરૂ કરવામાં આવી છે. હિમાચલ ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાનના શહેરોમાં Jio True 5G શરૂ થયું છે.
આ શહેરોની યાદીમાં ગુજરાતમાં અંકલેશ્વર અને સાવરકુંડલા, મધ્ય પ્રદેશમાં છિંદવાડા, રતલામ, રીવા અને સાગર, મહારાષ્ટ્રમાં અકોલા અને પરભણી, પંજાબમાં ભટિંડા, ખન્ના અને મંડી ગોવિંદગઢ, રાજસ્થાનમાં ભીલવાડા અને શ્રી ગંગાનગર, સીકર અને ઉત્તરાખંડના હલ્દવાની-કાઠગોદામ, ઋષિકેશ અને રૂદ્રપુરનો સમાવેશ થાય છે.
એક સીમાચિહ્નરૂપ બની રહેશે
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુકખુએ આ પ્રસંગે કહ્યું, “રાજ્યમાં Jioની True 5G સેવાઓ શરૂ કરવા બદલ હું Jio અને લોકોને અભિનંદન આપું છું. આ સેવા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.
5G સેવાઓ વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને વ્યાવસાયિકો સહિત દરેક માટે ઘણી તકો ઊભી કરશે. આનાથી પ્રવાસન, ઈ-ગવર્નન્સ, હેલ્થકેર, બાગાયત, કૃષિ, ઓટોમેશન, શિક્ષણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આઈટી અને મેન્યુફેક્ચરિંગ વગેરેમાં મોટા ફેરફારો થશે. આપણે બધાએ રોગચાળા દરમિયાન ડિજિટલ કનેક્ટિવિટીના ફાયદા જોયા છે. 5G સેવાઓનું વિસ્તરણ રાજ્યના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે.
“Jio True 5G વિવિધ ક્ષેત્રોમાં અનંત તકોનું સર્જન સાથે રાજ્યના લોકોને ડિજિટલી સશક્તિકરણ પણ પ્રદાન કરશે. અમારા ડિજિટાઇઝેશન પ્રયાસમાં સતત સહયોગ આપવા બદલ અમે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી ટીમોના આભારી છીએ.”
વેલકમ ઓફરનો લાભ મળશે
14 ફેબ્રુઆરી, 2023 થી, Jio વપરાશકર્તાઓને 21 શહેરોમાં Jio વેલકમ ઓફર હેઠળ આમંત્રિત કરવામાં આવશે અને આમંત્રિત વપરાશકર્તાઓને કોઈપણ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સ્પીડ પર અમર્યાદિત ડેટા મળશે અને આ માટે તેમને સિમ બદલવાની પણ જરૂર રહેશે નહીં
Tags:
Technology