WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ ભાજપના યુવા આગેવાનોએ નાગરીકોને સાતમ આઠમ પર્વની શુભેચ્છા પાઠવી

જસદણ ભાજપના યુવા આગેવાનોએ નાગરીકોને સાતમ આઠમ પર્વની શુભેચ્છા પાઠવી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ શહેરમાં સાતમ આઠમના તહેવારો ઊજવવા શહેરીજનો ઉત્સુક બની રહ્યાં છે આગામી તહેવારોનું અઠવાડિક વેકેશન અંગે લોકો અઢળક વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે ત્યારે આગામી સાતમ આઠમ પર્વની જસદણ નગરપાલિકાના પુર્વ પ્રતિનિધી અલ્પેશભાઈ રૂપારેલિયા અને જસદણ જીઆઇડીસી એસોસીએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ સૌરાષ્ટ્રના વિખ્યાત પર્વ સાતમ આઠમ પર્વની શુભેચ્છા પાઠવી હતી બન્ને ભાજપના યુવા આગેવાનોએ જણાવ્યું હતું કે દેશમાં એક માત્ર સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ પર્વનું વિશેષ મહત્વ જોવા મળે છે આ તહેવાર લોકમેળા વગર અધુરો ગણાય છે તમામ લોકો આ પર્વમાં ખાસ રજા પાળે છે ત્યારે સાતમ આઠમના આ તહેવારની અમો શહેરના સાતેય વોર્ડના તમામે તમામ નાગરીકોને શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ છેલ્લે જણાવ્યું નાગરીકો આ પર્વ શાંતિ અને સલામતી ઊજવવા તંત્રને સહકાર આપે ખાસ કરીને વાહન ચલાવતી વખતે દરેક પાસા ચકાસી પોતાનું વાહન હંકારે જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય નહી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો