WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

કાશ્મીરને ફરી મહેકતું ચમકતું કરવું છે ?

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીo યોજાઈ રહી છે. પણ ખરેખર કાશ્મીરીઓના ચહેરા પર પહેલા જેવી રોનક અને ચમક પાછી લાવવી હોય તો ચૂંટણીઓ સિવાય બીજી કાશ્મીરીઓની બીજી સમસ્યા મુશ્કેલીઓ સમજવી પડશે.

કાશ્મીરની ખીણ ચારેબાજુ હિમાછીદિત પર્વતોથી ઘેરાયેલી છે અહીં કુદરતે છૂટે હાથે સોર્દય વેરેલું છે આ સૌંદર્યનો નજારો અહાલાદાયક હોય છે એટલે તો કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે.
અહીંની મુખ્ય આવક કાશ્મીર ફરવા આવતા પ્રવાસીઓની છે. અહીંની ઝેલમ નદીમાં ફરવા માટે સ્પેશલ હોડી જે હાઉસબોટ તરીકે ઓળખાય છે. આ હાઉસબોટ એક નાનું સરસ મકાન જેવી હોય છે. એમાં રાતવાસો પણ કરી શકાય છે., ઝેલમ નદી કમલથી સુશોભીત હોય છે અહીં પહેલા હજાર બારસો હાઉસબોટો હતી હવે માત્ર ગણીગાંઠી 100 ના આસપાસ બોટો બચી છે. આ હાઉસબોટમાં દેવદારનું લાકડું વપરાય છે દેવદારનું લાકડું ગરમી સહન કરી શકતું ના હોવાને કારણે હાઉસબોટો તુટવા માંડી છે. દેવદારના લાકડાનો ભાવ એક ઘનફૂટના 8હે હજાર રૂપિયા જેવો થાય છે. તેથી રિપેરિંગ કામ પણ શક્ય નથી. એક હાઉસબોટ રીપેરીંગ કરવા 4થી 5 લાખ ખર્ચો થાય છે. આવી હાલતમાં પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું? ઘર કેવી રીતે ચલાવવું? હાઉસબોટ રીપેરીંગ કરવા લાખો રૂપિયા ક્યાંથી કાઢવા? પ્રવાસીઓને આકર્ષવા હાઉસબોટોને ફ્લોટીંગ હોટલોનો પેપર ચાંદી કાચ તાંબુ હસ્તશિલ્પોથી સજાવવામાં આવે છે જેથી પ્રવાસીઓ આકર્ષય.
સામાન્ય રીતે હાઉસબોટનું એક રાતનું ભાડુ 3 હજાર હોય છે. પણ કાશ્મીરમાં ઓછો વરસાદ અને વધુ પડતી ગરમીએ ઝેલમ નદી સુકાઈ ગઈ છે. તેથી પ્રવાસીઓને આકર્ષવા હાઉસબોટ માલિકોએ ભાડુ ઘટાડી 1500 રૂપિયા કરી નાખ્યું છે. અહીં છાશવારે હુમલાઓ થાય છે તેથી પ્રવાસીઓ અચકાય છે 
કાશ્મીરીઓની બીજી મુખ્ય આવક સફરજનની ખેતી છે. અહીંના સફરજનોની આખા દેશમાં માંગ હોય છે. અરે વિદેશમાં વસતા ભારતીયોની પહેલી પસંદ પણ આ સફરજન હોય છે. કાશ્મીરમાં આશરે 10 લાખ ખેડૂતો સફરજનની ખેતી કરે છે.
અહીં દર વરસે લગભગ 15 લાખ મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થાય છે. પણ વિદેશી મૂડીની વિદેશી રોકાણની લાલચે કેન્દ્ર સરકારે સફરજનની આયાત ડ્યુટી જે પહેલા 35 ટકા હતી તે ઘટાડીને માત્ર 15 ટકા કરી દેતા આપણા કાશ્મીરી આશરે 10 લાખ ખેડૂતોને જબ્બર ફટકો પડ્યો છે. પછી કાશ્મીરમાં ક્યાંથી રોજગારી વધે?
આ આયાત ઘટાડવાનો નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે કે જયારે કાશ્મીરી ખેડૂતો પ્રતિકૂળ હવામાન આબોહવા પરિવર્તન અને ખુલ્લા બજારમાં સ્પર્ધાત્મક કિંમતોનો સામનો કરી રહ્યા છે. આ સફરજન ઉત્પાદકો આજે વરસોથી સરકાર પાસે લઘુતમ ટેકાના ભાવોના કાયદા માટે લડત ચલાવી રહ્યા છે પણ કેન્દ્ર સરકાર કઈ સાંભળતી જ નથી.
જો આપણે એમ ઈચ્છતા હોય કે કાશ્મીરી યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળીને રહે આંતકીઓ સાથે હાથ ના મળાવે તો આપણી પહેલી ફરજ આ યુવાનોને સમયસર રોજગાર કામ વેપાર મળી રહે એવા પ્રયાસો દિલથી કરવા જોઈએ.
સરકારે હાઉસબોટના માલિકોને બેંક લોન આપી ટેકો આપવો જોઈએ. જો શક્ય હોય તો થોડી સબસીડી પણ આપવી જોઈએ સફરજનની વિદેશી આયાત બઁધ કરી આપણા સફરજન ઉત્પાદકોને મજબુત ખમતીધર બનાવવા જોઈએ. આપણે આપણા ઉત્પાદકોને જીવાડવાના છે નહીં કે વિદેશી લૂંટારાઓને? જે આપણા અબજો રૂપિયા દર મહિને વિદેશ લઈ જાય.
જો કેન્દ્ર સરકાર મચક નહીં આપે તો કાશ્મીરના આશરે 10 લાખ સફરજન ઉત્પાદકો બેકાર થઈ જશે. અને રોજી રોટી માટે કઈ પણ કરવા તૈયાર થઈ જશે તો આપણને બહુ નુકસાન તકલીફો સહન કરવાનો વારો આવશે.
જો આપણે કાશ્મીરમાં ફરી સ્વર્ગ જોવું હોય કાશ્મીરને ફરી ચમકતું મહેકતું કરવું હોય તો કાશ્મીરીઓની સમસ્યા તકલીફો મુશ્કેલીઓમાં ઉંડા ઉતરવું પડશે. ખાલી ચૂંટણીઓ કાશ્મીરી સમસ્યા ઉકેલી શકે એમ નથી.
અબ્બાસભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો