WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જુનાગઢમાં ગીરનાર પર્વત પર ખાબક્યો 5.5 ઈંચ વરસાદ, દામોદર કૂંડમાં આવ્યુ ઘોડાપૂર

જુનાગઢ શહેર ગ્રામ્ય અને ગીરનાર પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગીરનાર પર્વત પર એકસાથે 6 ઈંચ વરસાદ ખાબક્યો. સીડી પર ધમમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો. પગથિયા પરથી ઝરણા વહેતા હોય તેવો નજારો જોવા મળ્યો.
જુનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જુનાગઢ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. 

શહેરના રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. દૂબળી પ્લોટ વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઢવાનો વારો આવ્યો છે. 

ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ઘરમાંથી ડોલ વડે પાણી ઉચેલવા લોકો મજબૂર માંગનાથ વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા..

આ તરફ ગિરનાર જંગલ અને પર્વત પર 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. ગીરનારના પગથિયા પરથી ઝરણાઓ વહેતા હોય તેવા નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યો.

ગિરનાર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ગિરનાર પર્વત પર પણ વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ. જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી.

આ તરફ જુનાગઢ જિલ્લાના માણાવદરમાં પણ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો. ગ્રામ્ય પંથકમાં ખડિયા, સરદાર ગઢ અને વેકરી ગામમાં વરસાદી મૌસમ જામ્યો. જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદી માહોલ જામ્યો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો