અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં આલણસાગર ડેમ ઓવરફ્લો થવાની અણીએ, પાંચ ગામને સાવધાન કરાયા

જસદણના બાખલવડ ગામે આવેલ આલણસાગર નાની સિંચાઈ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા આ ડેમની કુલ સપાટી 31.50 ફૂટ છે.
ત્યારે ડેમના ઉપરવાસના ગામોમાં અનરાધાર વરસાદ પડતાં હાલ ડેમની સપાટી 30.25 ફૂટ પહોંચી ગઈ છે. 

જેથી ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. હાલ ડેમમાં પાણીની આવક પણ વરસાદના પગલે સતત ચાલુ છે. 

તેથી ડેમની હેઠવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા જસદણ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સૂચના આપવામાં આવેલ છે. તેમજ સાવધ રહેવા તાકીદ કરવામાં આવી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો