અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણનો આલણસાગર ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા

જસદણ શહેર કે પંથક કરતાં ઉપરવાસમાં ભાદરવે પડેલા નોંધપાત્ર વરસાદના લીધે જસદણની જીવાદોરી સમાન આલણસાગર ડેમ પુરેપુરો ભરાઇ જવા આવ્યો છે.
અને આગામી કલાકોમાં જ ઓવરફ્લો થવાની શક્યતા સિંચાઇ વિભાગે વ્યક્ત કરી છે. જસદણના બાખલવડ ગામે આવેલા આલણસાગર નાની સિંચાઈ યોજનાના ડેમની કુલ સપાટી 31.50 ફૂટ છે.

ત્યારે ડેમના ઉપરવાસના ગામોમાં અનરાધાર વરસાદ પડતાં હાલ ડેમમાં વરસાદી પાણીની આવક ચાલુ છે અને પાણીની આવકના કારણે ડેમની સપાટી 30.50 ફૂટ પહોંચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. 
હવે એક જ ફૂટનું છેટું રહ્યું છે અને હાલ આ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે અને આવતી કાલ સુધીમાં આ ડેમ ઓવરફલો થશે તેવી શક્યતાઓ છે.

હાલ પણ ડેમમાં સતત પાણીની આવક વરસાદના પગલે ચાલુ છે. જેથી ડેમની નીચવાસમાં આવતા જસદણ, બાખલવડ, આટકોટ, પાંચવડા અને જસાપર સહિતના ગામલોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા,, સાવચેતીના પગલા લેવા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા સૂચના આપવામાં આવી છે. 

ઉપરવાસમાં થયેલી આવકના પગલે ડેમના કેચમેન્ટ એરિયામાંથી વહેતો જળપ્રવાહ ડેમને ગમે ત્યારે ન્યાલ કરી દે તેવી શક્યતા છે.
વધુ નવું વધુ જૂનું